Mukesh Ambani પરિવારને કોઈ ધમકીવાળો પત્ર મળ્યો નથી, જાણો લેટેસ્ટ અપડેટ
આ કેસમાં અનેક મોટા અપડેટ સામે આવી રહ્યા છે. કારના માલિકની ઓળખ અને ધમકીવાળા પત્ર અંગે મુંબઈ પોલીસે મોટો ખુલાસો કર્યો છે. મુંબઈ પોલીસે કહ્યું કે અંબાણી પરિવારને હાલના સમયમાં કોઈ ધમકીભર્યો પત્ર કે કોલ નથી.
મુંબઈ: દક્ષિણ મુંબઈમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani) ના ઘર એન્ટિલિયા (Antilia) થી થોડે અંતરે એક સંદિગ્ધ સ્કોર્પિયો કાર મળ્યા બાદ મુંબઈ પોલીસ એક્શનમાં આવી ગઈ છે. ગુરુવારે સાંજે જ્યારે સ્કોર્પિયો કારની પાસે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પહોંચી તો તેને ગાડીમાં 20 જિલેટીન સ્ટિક મળી હતી. આ હાઈ પ્રોફાઈલ કેસની ગંભીરતા જોતા મહારાષ્ટ્ર સરકારે (Maharashtra Govt) તેની તપાસ ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch) ને સોંપી દીધી છે. આ કેસમાં અનેક મોટા અપડેટ સામે આવી રહ્યા છે. કારના માલિકની ઓળખ અને ધમકીવાળા પત્ર અંગે મુંબઈ પોલીસે મોટો ખુલાસો કર્યો છે. મુંબઈ પોલીસે કહ્યું કે અંબાણી પરિવારને હાલના સમયમાં કોઈ ધમકીભર્યો પત્ર કે કોલ નથી. અત્રે જણાવવાનું કે મીડિયા રિપોર્ટ્સમાં કહેવાયું હતું કે કારની અંદરથી એક ધમકીભર્યો પત્ર પણ મળી આવ્યો છે. જેમાં મુકેશ અંબાણીને ધમકી આપવામાં આવી છે.
એન્ટિલિયા બહાર કાર મળવા મામલે 5 મોટી વાતો
- આ કાર મહારાષ્ટ્રમાં રજિસ્ટર નથી. પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ ચોરીની કાર હતી.
- જિલેટિનની સ્ટિક્સ નાગપુરથી આવી એવો શક છે. તે સ્ટિક્સ પર નાગપુરની એક કંપનીનું સ્ટિકર છે.
- લગભગ એક મહિના સુધી રેકી કરવામાં આવી. અંબાણી પરિવારની મૂવમેન્ટ્સ પર નજર રાખવામાં આવી. ગાડીઓના નંબર પણ નોંધી લેવાયા.
- ગાડી એન્ટિલિયાથી લગભગ 400 મીટર દૂર પાર્ક કરવામાં આવી. એવી કોશિશ હતી કે વધુ નજીક પાર્ક કરવામાં આવે પરંતુ સુરક્ષા કારણોસર એવું બની શક્યું નહીં.
એક્શનમાં મુંબઈ પોલીસ
દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક સામગ્રીભરેલી કાર મળી આવતા પોલીસના હોશ ઉડી ગયા છે. ઘટના અંગે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ આ અંગે તપાસ કરી રહી છે અને જલદી સચ્ચાઈ સામે આવી જશે. એટીએસ ઉપરાંત ગુપ્તચર એજન્સીઓ પણ આ પાછળ કોણ છે તે તપાસ કરવામાં લાગી છે. મુંબઈની તમામ ચેકપોસ્ટ પર અલર્ટ છે અને આવતી જતી ગાડીઓની તપાસ થઈ રહી છે. બોમ્બ સ્ક્વોડે કારને પોતાના કબ્જામાં લીધી છે. એન્ટિલિયાની આસપાસ સુરક્ષા ખુબ કડક કરવામાં આવી છે. કારમાંથી જિલેટીનની જે સ્ટિક્સ મળી આવી છે તેમને અસેમ્બલ કરવામાં આવી નથી.
સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે એટીએસ
મોડી રાતે એટીએસ (ATS) અને ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch) વિજય સ્ટોર દુકાનમાં ફરીથી લેપટોપ અને પેનડ્રાઈવ સાથે ગઈ. આ જ દુકાનના સીસીટીવી કેમેરામાં જિલેટીન સ્ટીકવાળી સ્કોર્પિયો કાર જોવા મળી હતી. આ સ્ટોરના માલિક રાજેશ સિંહે જણાવ્યું કે ગુરુવારે સવારે જ્યારે તેઓ દુકાન ખોલવા ગયા હતા ત્યારે થોડીવાર બાદ તેમને તે સ્કોર્પિયો કાર સંદિગ્ધ લાગી. કારણ કે તે લોકલ એરિયાની લાગતી નહતી. તેના પર ખુબ ધૂળ જામેલી હતી. રાકેશ સિંહે એમ પણ જણાવ્યું કે જે સીસીટીવી ફૂટેજ એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચે લીધા તેમાં ઘણીવાર સુધી સ્કોર્પિયો ચલાવનારો વ્યક્તિ ગાડીમાંથી ઉતર્યો નહતો. એટીએસ હવે ફરીથી બુધવાર મોડી રાત એક વાગ્યાથી લઈને ગુરુવાર બપોરના 2 વાગ્યા સુધીના ફૂટેજ તપાસી રહી છે અને એ જાણવાની કોશિશ કરી રહી છે કે આરોપી ક્યારે અને ક્યાં નીકળ્યો.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube