અમરનાથ યાત્રા પર આતંકી હુમલાનો ભય, 10 લોન્ચિંગ પેડ પર મોટી સંખ્યામાં આતંકીઓ જોવા મળ્યાં
ભારતીય સેના દ્વારા સર્જિકલ સ્ટ્રાઈકમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં અનેક લોન્ચિંગ પેડને નષ્ટ કરીને આતંકીઓનો ખાત્મો કર્યા બાદ ફરી અનેક લોન્ચિંગ પેડ દ્વારા મોટી સંખ્યામાં આતંકીઓ ભારતમાં ઘૂસીને મોટી વારદાતોને અંજામ આપવાની ફિરાકમાં છે.
નવી દિલ્હી (મનીષ શુક્લા) : ભારતીય સેના દ્વારા સર્જિકલ સ્ટ્રાઈકમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં અનેક લોન્ચિંગ પેડને નષ્ટ કરીને આતંકીઓનો ખાત્મો કર્યા બાદ ફરી અનેક લોન્ચિંગ પેડ દ્વારા મોટી સંખ્યામાં આતંકીઓ ભારતમાં ઘૂસીને મોટી વારદાતોને અંજામ આપવાની ફિરાકમાં છે. ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટ મુજબ લાઈન ઓફ કંટ્રોલ એટલે કે એલઓસી નજીક લગભગ 10 લોન્ચિંગ પેડ પર 450થી વધુ આતંકીઓ કાશ્મીરમાં ઘૂસણખોરી કરવા માટે તૈયાર બેઠા છે. એજન્સીઓના રિપોર્ટ મુજબ કાશ્મીરમાં શરૂ થનારી અમરનાથ યાત્રા પહેલા આતંકીઓ અહીં સુરક્ષા દળો પર મોટો આતંકી હુમલો કરવાની ફિરાકમાં છે.
મળતી માહિતી મુજબ આતંકીઓના 10 લોન્ચિંગ પેડ પર 450 આતંકીઓની હલચલ જોવા મળી છે. એટલે કે સર્જિકલ સ્ટ્રાઈક બાદ ફરી એકવાર આતંકીઓ મોટી સંખ્યામાં લોન્ચિંગ પેડ પર જોવા મળ્યાં છે. અત્રે જણાવવાનું કે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ આજથી બે દિવસના જમ્મુ અને કાશ્મીરના પ્રવાસે છે. અહીં તેઓ રાજ્યપાલ એનએન વોહરા, મુખ્યમંત્રી મહેબુબા મુફ્તી અને રાજ્ય તથા કેન્દ્ર વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરશે. આ દરમિયાન એ પણ વિચાર કરવામાં આવશે કે શું હાલના સમયમાં સંઘર્ષ વિરામની સ્થિતિને ઈદ બાદ પણ વિસ્તૃત કરવામાં આવે કે નહીં.
રાજનાથ સિંહ પોતાના પ્રવાસ દરમિયાન અમરનાથ યાત્રા માટે સુરક્ષાની પણ સમીક્ષા કરશે. આ યાત્રા 28 જૂનથી શરૂ થઈ રહી છે. ગૃહ મંત્રાલય સાથે જોડાયેલા એક અધિકારીના જણાવ્યાં મુજબ પાકિસ્તાની સેના આતંકીઓને કાશ્મીરમાં ઘૂસણખોરી કરવામાં મદદ કરી રહી છે અને પા સેનાના એસએસજીની મૂવમે્ટ અનેક વિસ્તારોમાં જોવા મળી છે. ઝી ન્યૂઝ પાસે હાલ મળેલી ગુપ્ત માહિતી મુજબ અલગ અલગ લોન્ચિંગ પેડો પર આતંકીઓના અઆનેક જૂથ સક્રિય છે.
અહીં તમને જણાવીએ કે કેટલા આતંકીઓ લોન્ચિંગ પેડ પર જોવા મળ્યાં છે.
લોન્ચિંગ પેડ 1 - ગુરેજ સેક્ટર- 20 આતંકીઓની ટોળી
લોન્ચિંગ પેડ 2 - માછિલ સેક્ટર- 50 આતંકીઓ
લોન્ચિંગ પેડ 3 - કેરન સેક્ટર 55 આતંકીઓની ટોળી, એસએસજી બેટ એક્શનની કોશિશમાં
લોન્ચિંગ પેડ 4 - તંગધાર સેક્ટર- લશ્કર અને જૈશના 65 આતંકીઓ
લોન્ચિંગ પેડ 5 - નૌગામ સેક્ટ - 7 આતંકીઓ
લોન્ચિંગ પેડ 6 - ઉરી સેક્ટર - 50 આતંકીઓ
લોન્ચિંગ પેડ 7 - પૂંછ સેક્ટર - 35 આતંકીઓ
લોન્ચિંગ પેડ 8 - ભીમ્બર ગલી- 120 આતંકીઓ, બેટ એક્શનની આશંકા
લોન્ચિંગ પેડ 9 - નૌસેરા સેક્ટર - 30 આતંકીઓ
લોન્ચિંગ પેડ 10 - રામપુર સેક્ટર - 3 આતંકીઓ
ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યાં મુજબ શોપિયામાં હિજબુલ મુજાહિદ્દીનના કમાન્ડરે સુરક્ષા દળો પર હુમલાનું પ્લાનિંગ કર્યું છે. ગુપ્તચર એજન્સીઓના એક અધિકારીના જણાવ્યાં મુજબ પીઓકેમાં ભારતીય સેનાની સર્જિકલ સ્ટ્રાઈક બાદ આટલી મોટી સંખ્યામાં આતંકીઓની હાજરી દર્શાવે છે કે એકવાર ફરીથી લોન્ચિંગ પેડ પર આતંકીઓ એક્ટિવ થઈ ગયા છે.
ગૃહ મંત્રાલય જ્યારે રમજાન દરમિયાન સસ્પેન્શન ઓફ ઓપરેશન પર સમીક્ષા કરી રહ્યું છે ત્યારે એવા સમયે લોન્ચિંગ પેડ પર આતંકીઓની આટલી મોટી સંખ્યામાં હાજરીએ સુરક્ષા એજન્સીઓની ચિંતામાં વધારો કર્યો છે. પાકિસ્તાન કાશ્મીરમાં શાંતિ નથી ઈચ્છતું અને એવામાં શાંતિના દરેક પ્રયત્નની કોશિશને તે નાકામ કરવામાં લાગ્યું છે. સુરક્ષા એજન્સીઓ માટે સૌથી મોટો પડકાર અમરનાથ યાત્રાની સુરક્ષા છે.