આજે પૃથ્વી માટે સૌથી મોટી ‘ઘાત’, એક સાથે ત્રણ મોટી ઉલ્કાઓ પસાર થશે, 14000 કિ.મી પ્રતિ કલાકની છે સ્પીડ
The Sunના અહેવાલ અનુસાર, શુક્રવારે પૃથ્વીની નજીકથી ત્રણ એસ્ટરોઇડ (Asteroid) પસાર થવાના છે. પરંતુ સારા સમાચાર એવા છે કે તેઓ પૃથ્વી સાથે અથડાવાનો કોઈ ભય નથી અને સુરક્ષિત અંતરથી તેઓ પૃથ્વીની નજીકથી પસાર થશે.
નવી દિલ્હીઃ આગામી અઠવાડિયે ધરતીની પાસેથી એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ જેટલો મોટો એસ્ટરોઇડ પસાર થવાનો છે, જેને લઈને દરેક જગ્યાએ ચર્ચાઓ થઈ રહી છે. પરંતુ તેના પહેલા શુક્રવારે પૃથ્વીની નજીકથી ત્રણ નાના એસ્ટરોઇડ પસાર થવાના છે, જેના વિશે નાસા (NASA)એ માહિતી આપી છે.
ધરતીની પાસેથી પસાર થવાના છે એક દિવસમાં ત્રણ એસ્ટરોઇડ
The Sunના અહેવાલ અનુસાર, શુક્રવારે પૃથ્વીની નજીકથી ત્રણ એસ્ટરોઇડ (Asteroid) પસાર થવાના છે. પરંતુ સારા સમાચાર એવા છે કે તેઓ પૃથ્વી સાથે અથડાવાનો કોઈ ભય નથી અને સુરક્ષિત અંતરથી તેઓ પૃથ્વીની નજીકથી પસાર થશે.
જો તમે અમેરિકામાં નોકરી કરવાનું વિચારી રહ્યા છો? તો વાંચો આ મહત્ત્વપૂર્ણ સમાચાર
સૌથી મોટો એસ્ટરોઇડ વિમાન જેવો
આ એસ્ટરોઇડ્સની સ્પીડ 14,400 કિ.મી. પ્રતિ કલાકની રહેશે. તેમાં સૌથી મોટા એસ્ટરોઇડનું નામ 2022 AG છે, જેનું કદ કોમર્શિયલ જહાજ જેટલું છે. તે શુક્રવારે સાંજે 6.30 કલાકે પૃથ્વીની નજીકથી પસાર થશે.
બે એસ્ટરોઇડનો આટલો છે આકાર
અગાઉ, સવારે 1.48 કલાકે 2022 AA4 એસ્ટરોઇડ પૃથ્વીની નજીકથી પસાર થશે, જેનું કદ 28 મીટર હશે. જ્યારે, બીજો એસ્ટરોઇડ 2022 AF5 સાંજે 4:46 વાગ્યે પસાર થશે, જેનું કદ 16 મીટર છે.
પૃથ્વીથી સુરક્ષિત અંતરેથી પસાર થશે એસ્ટરોઇડ
તમને જણાવી દઈએ કે શુક્રવારે પૃથ્વીની નજીકથી પસાર થનારા ત્રણ એસ્ટરોઇડમાંથી કોઈ પણ આપણા માટે કોઈ ખતરો નથી. તેમાંથી સૌથી નજીકનો એસ્ટરોઇડ પૃથ્વીથી 8,67,000 માઈલ દૂરથી પસાર થશે. આ અંતર આપણા ગ્રહ અને ચંદ્ર વચ્ચેના અંતર કરતાં ચાર ગણું ઓછું છે. ખગોળશાસ્ત્રીઓ હાલમાં લગભગ 2,000 એસ્ટરોઇડ્સ, ધૂમકેતુઓ અને અન્ય વસ્તુઓને ટ્રેક કરી રહ્યા છે જે આપણા માટે મોટું જોખમ ઉભું કરી શકે છે.
આખી દુનિયામાં આ રીતે ફેલાયેલી છે ચીની જાસૂસીની જાળ, સ્વરૂપવાન યુવતીઓનો થાય છે ઉપયોગ
66 મિલિયન વર્ષો પહેલા એસ્ટરોઇડ્સે ડાયનાસોરનો નાશ કર્યો
જણાવી દઈએ કે 66 મિલિયન વર્ષો પહેલા ડાયનાસોરને ખતમ કરનાર અંતરિક્ષ ચટ્ટાણ પછી પૃથ્વી પર આવો સર્વનાશ ક્યારેય જોવા મળ્યો નથી. 30 જૂન, 1908 ના રોજ સાઇબિરીયામાં તુંગુસ્કા નજીક એક એસ્ટરોઇડ અથડાયો હતો, જેનાથી 800 ચોરસ માઇલ જંગલનો નાશ થયો. નાસાના જણાવ્યા મુજબ વૈશ્વિક આપત્તિ ત્યારે જ શરૂ થાય છે જ્યારે 900 મીટરથી મોટી વસ્તુઓ પૃથ્વી સાથે અથડાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube