ગાડી ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો, સપ્ટેમ્બરમાં આ 3 દિવસ છે `લકી ડે`
ભારતના કોઇપણ ઘરમાં વાહનની ખરીદી ઘણી વાતો પર નિર્ભર કરે છે. ઓફર, કીંમત, બ્રાંડથી માંડીને વાહન ખરીદવાના મુહૂર્ત પણ જોવામાં આવે છે. આ વાતને ઘણા લોકો વાહન ખરીદતાં વખતે માને છે અને `શુભ તિથિ` નું પાલન કરે છે.
નવી દિલ્હી: ભારતના કોઇપણ ઘરમાં વાહનની ખરીદી ઘણી વાતો પર નિર્ભર કરે છે. ઓફર, કીંમત, બ્રાંડથી માંડીને વાહન ખરીદવાના મુહૂર્ત પણ જોવામાં આવે છે. આ વાતને ઘણા લોકો વાહન ખરીદતાં વખતે માને છે અને 'શુભ તિથિ' નું પાલન કરે છે. હિંદુ અસ્થા અને માન્યતાઓના અનુસાર ઘણા લોકો મોંઘી વસ્તુ ખરીદતાં પહેલાં શુભ દિવસ પર સામાન ખરીદવાનું વિચારે છે. એવામાં જો તમે પણ સપ્ટેમ્બર મહિનામાં કાર અથવા બાઇક ખરીદવાનું વિચારી રહ્યા છે તો તમે આ શુભ દિવસો, સમય અને મુહૂર્તને જોઇ શકો છો.
દ્વિકપંચાંગના અનુસાર સપ્ટેમ્બરના મહિનામાં વાહન ખરીદવા માટે 3 દિવસ ઉપલબ્ધ છે. આ દિવસોમાં વિશેષ્ટ સમય અથવા મુહૂર્તનો સંયોગ બને છે.
ક્યારે કરશો વાહનની ખરીદી?
2 સપ્ટેમ્બર, 2021 (ગુરૂવાર)
શુભ મુહૂર્ત: બપોરે 02:57 થી 03 સપ્ટેમ્બર સવારે 06:00 વાગે
નક્ષત્ર: પુનર્વસુ
તિથિ: એકાદશી
9 સપ્ટેમ્બર 2021 (ગુરૂવાર)
શુભ મુહૂર્ત: સવારે 06:03 થી મધ્યરાત્રિ 12:18 સુધી (10 સપ્ટેમ્બર)
(ડેસ્કલેમર: આ લેખનો ઉદ્દેશ્ય કોઇપણ પ્રકારના અંધવિશ્વાસને ફેલાવવાનો નથી. આ ફક્ત શુભ તિથિઓ અને તિથિઓને માનનાર લોકો માટે લોકપ્રિય ભાવનાઓ અને પ્રચલિત પ્રથાઓ પર આધારિત જાણકારી પ્રદાન કરવાનો છે)