વારાણસી : આધ્યાત્મીક નગર બનારસમાં આજે (21 જાન્યુઆરી)થી ત્રણ દિવસીય પ્રવાસી ભારતીય દિવસ (Pravasi Bharatiya Diwas 2019) ચાલુ થઇ રહ્યો છે. વારાણસી અહીં આવનારા અતિથિઓનું સ્વાગત કરવા માટે સંપુર્ણ તૈયાર છે. કાશીનું આતિથ્ય વિચાર હેઠળ સ્થાનીક લોકો પાસેથી ભારતવંશી અતિથિઓ, આગંતુકોને રોકાવાની સુવિધા આપવાની અપીલ કરવામાં આવી જેથી તેમને ઐતિહાસિક શહેર બનારસનાં લોકોને રૂબરૂ થવાની તક મળે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વારાણસીમાં આજથી પ્રવાસી ભારતીય દિવસ, યોગીએ કહ્યું,'અતિથિ દેવો ભવ:'

પ્રવાસી દિવસ સમારંભની વ્યવસ્થા પર નજર રાખનારા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, આગંતુકોની યાત્રાને યાદગાર બનાવવા માટે બનારસમાં પુરતા પ્રમાણમાં વ્યવસ્થાઓ કરવામાં આવી છે. હોટલ અને ટેંટ સિટી ઉપરાંત શહેરનાં અનેક પરિવારોએ અતિથી દેવો ભવની ભાવના સાથે આવનારા આતિથ્ય સુવિધા આપવાની ઇચ્છા વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, મેહમાનોને રોકાવા માટે પરિવારોને પરવાનગીની પ્રક્રિયા પુર્ણ થઇ ચુકી છે. 


યૂનિવર્સિટી 2 કરોડ આપીને જેલમાં સુખ સુવિધાનો ફાયદો ઉઠાવી રહ્યા છે શશિકલા: દાવો

વારાણસી જિલ્લા તંત્રના સુત્રોએ કહ્યું કે, નિશુલ્ક રોકાવાની સુવિધા આપવા માટે સેંકડો પરિવારોની પસંદગી કરવામાં આવી છે. એક એપ પણ બનાવવામાં આવ્યો છે. જેના પર કાશીનાં પરિવારોની માહિતી અપાઇ છે, તેઓ કાશીમાં આવનારા મહેમાનોને ભોજન પુરૂ પાડશે. તંત્રએ કહ્યું કે, આ પરિવહન સુવિધા અંગે વિચાર કરશે, પરંતુ કેટલાક લોકોએ અતિથિઓને એરપોર્ટ પર વાહનની સુવિધા આપવા તરફ પણ ઉત્સાહ દર્શાવ્યો છે. 

વિદેશ મંત્રાલયની વેબસાઇટ દ્વારા પોતાની નોંધણી કરાવનારા આગંતુકોને તેમના રોકાવાની પસંદગી અંગે પુછવામાં આવ્યું અને તેમાંથી મોટા પ્રમાણમાં લોકોએ કાશી વાસીઓની મેજબાની જ પસંદ કરી હતી. 


LoC નજીક છે 8 આતંકવાદી જુથ, મોટા હુમલાનું કાવત્રું રચી રહ્યું છે પાકિસ્તાન

અતિથિઓને ઘરમાં બનેલુ ભોજન મળશે અને તેમને ઘર જેવું જ વાતાવરણ પણ મળશે. ઉપરાંત બનારસની રોજિંગી ગતિવિધિઓથી પણ અવગત થઇ શકશે. આ વર્ષે પ્રવાસી દિવસ પ્રસંગે મહેમાનો માટે અનોખો અનુભવ લઇને આવ્યો છે કારણ કે હાલનાં સમયે પ્રયાગરાજમાં કુંભનું આયોજન થઇ રહ્યું છે. ગણતંત્ર દિવસ સમારોહ પણ પણ યોજાવાનો છે. વિદેશ મંત્રાલયનાં અનુસાર કુલ 5802 લોકોએ ત્રણ દિવસનાં આયોજન માટે પોતાની નોંધણી કરાવી છે. 

પ્રવાસી દિવસ બાદ અતિથિઓને 24 જાન્યુઆરીએ કુંભમાં લઇ જવામાં આવશે. જ્યાં ટેંટ સિટીનું નિર્માણ કરાયું છે. બીજા દેશોમાંથી આવનારા મહેમાનો 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ પરેડમાં પણ ભાગ લેશે.