શ્રીનગરઃ શહીદ ઔરંગઝેબના અપહરણ અને હત્યા કેસમાં ત્રણ સૈનિકોની પુછપરછ
સૂત્રોએ જણાવ્યું કે, આ ત્રણ સૈનિકોની પુછપરછ એવી શંકાને આધારે કરવામાં આવી રહી છે કે તેમણે જાણીજોઈને કે પછી અજાણતા જ ઔરંગઝેબની ગતિવિધિઓની માહિતી લીક કરી હતી કે નહીં.
શ્રીનગરઃ દક્ષિણ કાશ્મિરમાં ગયા વર્ષે આતંકવાદીઓ દ્વારા હત્યા કરી દેવાયેલા સૈનિક ઔરંગઝેબની ગતિવિધિઓ અંગેની માહિતી લીક કરવાની શંકામાં ત્રણ સૈનિકોને અટકમાં લેવાયા છે અને તેમની પુછપરછ ચાલી રહી છે. સૂત્રોએ બુધવારે આ અંગે માહિતી આપી હતી. સૂત્રોએ જણાવ્યું કે, આ ત્રણ સૈનિકોની પુછપરછ એવી શંકાને આધારે કરવામાં આવી રહી છે કે તેમણે જાણીજોઈને કે પછી અજાણતા જ ઔરંગઝેબની ગતિવિધિઓની માહિતી લીક કરી હતી કે નહીં.
જોકે, તેમણે એ સ્પષ્ટ કર્યું કે, જે સૈનિકોની પુછપરછ કરવામાં આવી રહી છે તેમને અટકમાં લેવાયા નથી કે તેમની ધરપકડ પણ કરાઈ નથી. પોલીસ સમગ્ર કેસની તપાસ કરી રહી છે અને ઔરંગઝેબની હત્યાની તપાસમાં સેના દરેક રીતે મદદ કરવા તૈયાર છે.
પકડવામાં આવેલા ત્રણ સૈનિકોમાં એક તૌસીફ વાણીનો ભાઈ છે, જેણે શાદીમાર્ગ શિબિરમાં સેનાના એક અધિકારી સાથે મારામારી કરી હતી. ઔરંગઝેબ પણ આ શિબિરમાં જ તૈનાત હતો.
'સેના યુવકોના ગળામાં બંદૂક નાખીને ફોટો ખેંચવા માટે દબાણ કરે છે': મહેબુબા મુફ્તી
આતંકવાદીઓએ ઔરંગઝેબની હત્યા કરતા પહેલા તેનો એક વીડિયો પણ બનાવ્યો હતો. જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં તેના પર એનકાઉન્ટર સાથે સંકળાયેલી માહિતી પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ઔરંગઝેબ આ એન્કાઉન્ટરનમાં સામેલ હતો, જેમાં આતંકવાદી સમીર ટાઈગરને મારી નખાયો હતો.
ગયા વર્ષે ઈદના પ્રસંગે 14 જૂન, 2018ના રોજ રજા પર જઈ રહેલા ઔરંગઝેબનું અપહરણ કરીને તેની હત્યા કરી દેવાઈ હતી.