નવી દિલ્હીઃ કોલકત્તા પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) એ કોલકત્તામાંથી જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશના ત્રણ શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી છે. એસટીએફે શંકાસ્પદોની પાસે હથિયાર પણ જપ્ત કર્યા છે. ધરપકડ કરાયેલા શંકાસ્પદોના નામ નઝીઉર્રહમાન, શબ્બીર અને રેજોલ છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસે જણાવ્યું કે આ ત્રણેય શંકાસ્પદોની દક્ષિણ કોલકત્તાના હરિદેવપુરથી ધરપકડ કરવામાં આવી છે. કોલકત્તા પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સને જાણકારીના આધાર પર આતંકીઓને દબોચવામાં સફળતા મળી છે. 


જાણવા મળી રહ્યું છે કે શંકાસ્પદ જેએમબી આતંકવાદી અહીં ભાડાના મકાનમાં છેલ્લા કેટલાક મહિનાથી રહેતા હતા. વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, વિસ્તારમાં આતંકીઓની હાજરીના ઇનપુટ મળ્યા હતા. અધિકારીએ કહ્યું કે, અમે ઘટનાની તપાસ કરી રહ્યાં છીએ અને આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ હજુ શરૂઆતી તબક્કામાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube