હિસારઃ ટિકટોક સ્ટાર(Tic Tok Star) અને ભાજપમાં(BJP) જોડાયેલી સોનાલી ફોગાટને(Sonali Fogat) ફતેહાબાદમાં તેના જીજાજી અને બહેન સામે ફરિયાદ નોંધાવીને વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે. પોલીસને આપેલી ફરિયાદમાં સોનાલીએ જણાવ્યું કે, તે ફતેહાબાદના ભૂથલ કલાં ગાવમાં તેના પિતા પાસે ગઈ હતી. અહીં તેના જીજાજી અમન અને બહેન રૂપેશ પણ આવ્યા હતા. સોનાલીએ જણાવ્યું કે, તેના જીજાજી અમને તેના પિતા સાથે ઝઘડો કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દરમિયાન અમન તેની સાથે પણ ઝઘડવા લાગ્યો અને તેની હત્યા કરી દેવાની ધમકી આપી હતી. સોનાલી ફોગાટે પોતાની બહેરન અને જીજાજી પર કાયદાકીય કાર્યવાહી કરવાની માગણી સાથે ફરિયાદ કરી છે. 


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...