નવી દિલ્હી : નાના વીડિયો બનાવનારી ચીનના એપ ટિક ટૉકે કોંગ્રેસ સાંસદ શશિ થરુરનાં તે દાવાને ફગાવી દીધો, જેમાં તેમણે કહ્યું હતું કે, ટિકટોક કથિત રીતે અહીથી માહિતી એકત્ર કરીને ચીનમાં મોકલી રહ્યું છે. થરૂરે સોમવારે લોકસભામાં શુન્યકાળ દરમિયાન કહ્યું હતું કે, સમાચારો આવી રહ્યા છે કે ચીની સરકારને ટિકટોકથી સરકારી કંપની ચાઇના ટેલિકોમના માધ્યમથી માહિતી મળી રહી છે. તેમણે કહ્યું કે, અમેરિકામાં સંઘીય કોર્ટે હાલમાં જ કથિત રીતે બાળકોની માહિતી એકત્ર કરવા માટે ટિકટોક પર 57 લાખ ડોલરનો દંડ ફટકાર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીની આકરી ટીકા બાદ આકાશ વિજયવર્ગીયની હકાલપટ્ટી શક્ય: સુત્ર
ટિકટોકે એક નિવેદનમાં તે દાવાને ખોટો ઠેરવ્યો છે. ટિકટોક પર આપણા યુઝર્સની અંગત માહિતી અને સુરક્ષા આપણી પ્રાથમિકતા છે, અને અમે બિન બજારોમાં સક્રિય હોય છે ત્યાના સ્થાનિક નિયમ કાયદા નુ સંપુર્ણ પાલન કરે છે. ટિકટોક અનુસાર તે પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનામાં સંચાલિત નથી અને ત્યાની સરકારની પાસે ટિકટોકનાં યુઝર્સની ન તો કોઇ માહિતી છે અને ન તો ટિકટોકની ચાઇના ટેલિકોમની સાથે કોઇ ભાગીદાર છે. 


થોડા સમયમાં ચાલુ થશે સુર્યગ્રહણ, સુનામી, ધરતીકંપ જેવી તબાહી થવાની શક્યતા !
જોયા અખ્તર અને અનુપમ ખેર બન્યા નવી ઓસ્કાર એકેડમીનાં સભ્ય, 842 કલાકરોનો સમાવેશ
કંપનીએ આગળ જણાવ્યું કે, અમારા ભારતીય યુઝર્સનો ડેટા અમેરિકા અને સિંગાપુરમાં ઉદ્યોગ જગતનાં પ્રમુખ બર્થ ડેટા કેન્દ્રોમાં સંરક્ષીત છે. બીજિંગની બાઇટડાંસના અધિગ્રહણવાળી ટિકટોકના ભારતમાં લગભગ 20 કરોડ યુઝર્સ છે.