Amit Shah On India China Faceoff: અરુણાચલ પ્રદેશમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ભારતીય તથા ચીની સૈનિકો વચ્ચે થયેલા ઘર્ષણ મુદ્દે સંસદમાં ચર્ચાની વિપક્ષની માંગણી બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે દાવો કર્યો કે જ્યાં સુધી કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર સત્તામાં છે ત્યાં સુધી કોઈ ભારતની એક ઈંચ જમીન ઉપર પણ કબજો કરી શકશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંસદ ભવનની બહાર પત્રકારોને સંબોધન કરતા કેન્દ્રીય ગૃહમંત્રીએ એમ પણ કહ્યું કે કોંગ્રેસે સરહદ પર ઘર્ષણનો મુદ્દો એટલા માટે ઉઠાવ્યો છે કારણ કે રાજીવ ગાંધી ફાઉન્ડેશન (RGF) ના વિદેશી યોગદાન (નિયમન) એક્ટ (FCRA) રદ્દીકરણ પર સવાલોથી બચવા માંગે છે. તેમણે આરોપ લગાવ્યો કે રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીની દૂતાવાસ પાસેથી 1.35 કરોડ રૂપિયા મળ્યા છે. ત્યારબાદ RGF નું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું કારણ કે તે FCRA નિયમો મુજબ નહતું. 


અમિત શાહે એમ પણ કહ્યું કે 'સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની સ્થાયી સદસ્યતાની કુરબાની ફક્ત (ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ) નહેરુજીના ચીન પ્રેમના કારણે આપવામાં આવી.' તેમણે ભારતીય જવાનોના સાહસ બદલ તેમની પ્રશંસા પણ કરી અને કહ્યું કે, આપણા જવાનોએ 8ની રાત અને 9ની સવારે જે વીરતા દેખાડી તેની હું પ્રશંસા કરું છું. સેનાએ થોડી જ પળોમાં ઘૂસેલા તમામ લોકોને ભગાડી દીધા અને આપણી જમીનની રક્ષા કરી. 


આ વીડિયો પણ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube