નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 13387 પર પહોંચી ગઈ છે. કોરોનાથી અત્યાર સુધીમાં 437 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 1007 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 23 લોકોના મોત થયા છે. રાહતના સમાચાર એ છે કે, 1 એપ્રિલથી અત્યાર સુધીમાં સંક્રમણ વધાવાના દરમાં 40 ટકાનો ઘટાડો આવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે શુક્રવારના જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અગ્રવાલે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 1749 કોરોના સંક્રમિત દર્દીઓ સ્વસ્થય થયા છે. રૈપિડ ટેસ્ટ માટે 5 લાખ કીટ રાજ્યોમાં મોકલી રહ્યાં છે. 1 એપ્રિલથી અત્યાર સુધી સંક્રમણ વધવાના દરમાં 40 ટકાનો ઘટાડો આવ્યો છે. દેશમાં રેપિડ ટેસ્ટિંગ કિટ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. રેપિડ ટેસ્ટિંગ કિટમાં 30 મિનિટમાં રિપોર્ટ મળશે. મે સુધી 10 લાખ સ્વદેશી રેપિડ ટેસ્ટિંગ કિટ બનાવવાનું લક્ષ્ય છે. બીજા દેશની સરખામણીએ ભારત કોરોના સંક્રમણ રોકવામાં સારુ પ્રદર્શન કરી રહ્યું છે.


અગ્રવાલે જણાવ્યું કે, લોકડાઉનથી પહેલા ત્રણ દિવસ બમણા દરથી કેસ વધી રહ્યાં હતા. 1 એપ્રિલ બાદથી ગ્રોથ ફેક્ટરમાં પણ 40 ટકાનો ઘટાડો છે. 80 ટકા લોકો રિકવર થઈ ચુક્યા છે. જ્યારે 20 ટકા મોત થયા છે. આજે જીઓએમમાં લોકડાઉન પર ચર્ચા થઈ જેમાં ડાયગ્રોસિસ, વેક્સીન વગેરે પર ચર્ચા થઈ. સરકાર માટે દરેક મોત ચિંતાનો વિષય છે પરંતુ આપણે બીજા દેશોની સરખામણીએ સારુ કામ કરી રહ્યાં છીએ અને પ્રયત્ન કરી રહ્યાં છીએ કે, વધારે સાર પ્રયત્ન કરીએ.


વધુમાં અગ્રવાલે જણાવતા કહ્યું કે, ઇમ્યૂન બૂસ્ટર ડિવાઈસ અને પ્લાઝ્મા થેરાપી પર પણ કામ કરી રહ્યાં છીએ. દેશભમાં 1919ના કોવિડ હોસ્પિટલ અને વેલનેસ સેન્ટર તૈયાર છે. 17300 આઇસોલેશન બેડ પણ તૈયાર કરવામાં આવ્યા છે. 6000 વેન્ટિલેટર દર મહિને તૈયાર કરવામાં આવી રહ્યાં છે. આરટી પીસીઆર પર કામ ચાલી રહ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube