• ટાઈમ મેગેઝીને પોતાના આર્ટિકલમાં લખ્યું છે કે, કેવી રીતે મહિલાઓએ ખેડૂત આંદોલનને ચાલુ રાખવાનો સંકલ્પ લીધો છે

  • કવર પર એક ટેગલાઈન પણ છે. જેમાં લખાયું છે કે, મને ડરાવી કે ધમકાવી શકાતી નથી અને મને ખરીદી પણ શકાતી નથી


ઝી મીડિયા/બ્યૂરો :ભારતમાં ખેડૂત કાયદાની વિરુદ્ધ થયેલ ખેડૂત આંદોલનમાં સામેલ રહેલી પ્રમુખ મહિલાઓને ટાઈમ મેગેઝીને (TIME) પોતાના કવર પેજ પર સ્થાન આપ્યું છે. ટાઈમ મેગેઝીને પોતાનું ઈન્ટરનેશનલ કવર ભારતની એ મહિલાઓને સમર્પિત કર્યું છે, જે દિલ્હીની સીમાઓ પર ખેડૂત આંદોલન (farmers protest) નું નેતૃત્વ કરી રહી છે અને મહિનાઓ સુધી લડત આપીને ખેડૂત કાયદો પરત લેવા માટે માંગ કરી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવા ઈન્ટરનેશનલ કવરપેજ પર આ ટેગલાઈન
ટાઈમ મેગેઝીન (time magazine ) ના નવા ઈન્ટરનેશનલ કવર પર એક ટેગલાઈન પણ છે. જેમાં લખાયું છે કે, મને ડરાવી કે ધમકાવી શકાતી નથી અને મને ખરીદી પણ શકાતી નથી. ભારતના ખેડૂત આંદોલન આંદોલનનું નેતૃત્વ કરનારી મહિલાઓને મેગેઝીનમાં સ્થાન અપાયું છે. મેગેઝીનના કવર પેજ પર ખેડૂત આંદોલન (farmers protest) માં સામેલ થયેલી કેટલીક મહિલાઓની આ તસવીર છે, જેમની સાથે કેટલાક નાના-નાના બાળકો પણ જોવા મળી રહ્યાં છે. 


આ પણ વાંચો : આ જ્યોતિષીઓએ મળીને સોની પરિવારના રૂપિયા ખંખેરી કંગાળ બનાવ્યા, મોત સિવાય બીજો કોઈ રસ્તો ન રહ્યો 


કવર પેજ પર દેખાઈ રહ્યું છે કે, કેટલીક મહિલાઓ સરકારની વિરુદ્ધ નારેબાજી કરીને પ્રદર્શન કરી રહી છે. આ દરમિયાન એક મહિલાએ બાળકને હાથમાં ઉપાડીને બતાવવામાં આવી છે. સાથે જ એક-બે અન્ય બાળકો પણ છે. તસવીરમાં વૃદ્ધ મહિલાઓ પણ દેખાઈ રહી છે. 



ટાઈમે મેગેઝીને પોતાના અધિકારિક ટ્વિટર હેન્ડલ પર લખ્યુ છે કે, ટાઈમનું નવુ ઈન્ટરનેશનલ કવર. ટાઈમ મેગેઝીને કવરમાં જે મહિલાઓને સ્થાન આપ્યું છે, તેમાં 41 વર્ષીય અમનદીપ કૌર, ગુરમર કૌર, સુરજીત કૌર, જસવંત કૌર, સરજીત કૌર, દિલબીર કૌર, બિન્દુ અમ્મા, ઉર્મિલા દેવી, સાહુપતિ પાઝા, હીરાથ ઝાડે, સુદેશ ગોયલ પણ સામેલ છે. આ મહિલાઓમાં પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશની મહિલાઓની સંખ્યા વધુ છે. 


ખેડૂત આંદોલન પર ટાઈમ મેગેઝીનનો આર્ટિકલ
ટાઈમ મેગેઝીને પોતાના આર્ટિકલમાં લખ્યું છે કે, કેવી રીતે મહિલાઓએ ખેડૂત આંદોલનને ચાલુ રાખવાનો સંકલ્પ લીધો છે. જ્યારે કે, સરકાર તેઓને ઘરે જવા માટે કહી ચૂકી છે. લેખમાં લખાયું છે કે, કેવી રીતે આ મહિલાઓ સરકારના કહેવા છતાં પણ પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના હજારો ખેડૂતનું નેતૃત્વ કરીને મોરચો સંભાળી રહી છે.


ઉલ્લેખનીય છે કે, ભારતમાં ચાલી રહેલ ખેડૂત આંદોલન વિદેશમાં ત્યારે ચર્ચામાં આવ્યું, જ્યારે પોપ સ્ટાર રિહાના અને ગ્રેટા થનબર્ગ જેવી આંતરરાષ્ટ્રીય આઈકન અને ફેમસ હસ્તીઓએ ટ્વીટ કર્યું. જોકે, બાદમાં તે સ્પષ્ટ થયું હતું કે, ગ્રેટા થનબર્ગ ભારતની વિરુદ્ધ એક પ્રોપેગેંડાના ષડયંત્રનો ભાગ હતી, જેની તપાસ હજી ચાલી રહી છે.