નવી દિલ્હીઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, જાહેર હિતની અરજી કરનારા અરૂંધતિ કાત્જુ અને મેનકા ગુરુસ્વામી કે જેમણે ભારતમાં LGBTQ સમુદાયને અધિકારો અપાવાની ઐતિહાસિક લડાઈ લડી હતી, તેમને ટાઈમ મેગેઝિનની પ્રતિષ્ઠિત વિશ્વના 100 પ્રભાવશાળી લોકોની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બુધવારે ટાઈમ મેગેઝિન દ્વારા વર્ષ 2019ના વિશ્વના 100 સૌથી વધુ પ્રભાવશાળી વ્યક્તિઓની યાદી બહાર પાડવામાં આવી હતી. જેમાં નેતાઓ, સંસ્થાપક, શ્રીમંતો, કલાકારો અને આઈકનનો સમાવેશ થાય છે. 


ટાઈમની પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં સામેલ કેટલીક જાણીતી હસ્તીઓ


  • ભારતીય-અમેરિકન કોમેડિયન અને ટીવી હોસ્ટ હસન મિનહાજ

  • ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ 

  • પોપ ફ્રાન્સિસ

  • શી જિનપિંગ, ચીનના રાષ્ટ્રપતિ

  • ઈમરાન ખાન, વડાપ્રધાન, પાકિસ્તાન 

  • ટાઈગર વૂડ્સ, ગોલ્ફર

  • માર્ક ઝકરબર્ગ, ફેસબૂકના સંસ્થાપક

  • નાઓમી ઓસાકા, યુએસ ઓપન વિજેતા જાપાની ખેલાડી

  • મહેરશાલા અલી, અભિનેતા

  • રામી મલેક, ઓસ્કર વિજેતા અભિનેતા

  • મિશેલ ઓબામા, અમેરિકાના ભૂતપૂર્વ પ્રથમ મહિલા, બરાક ઓબામાના પત્ની

  • સિરીલ રામાફોસા, રાષ્ટ્રપતિ, દક્ષિણ આફ્રિકા

  • લેડી ગાગા, ગાયિકા અને ઓસ્કર વિજેતા 

  • મોહમ્મદ બિન ઝાયદ, અબુ ધાબીના રાજકુમાર

  • રોબર મુલેર, સ્પેશિયલ કાઉન્સેલ

  • નેન્સી પેલોસી, પ્રવક્તા, અમેરિકન સરકાર


VIDEO: માલિકને બચાવવા કોબરા સાથે કલાકોની લડાઈ બાદ 4 કુતરાએ આપી જાનની કુરબાની


મુકેશ અંબાણીનો ટાઈમના પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં સમાવેશ થવા અંગે મહિન્દ્રા જૂથના ચેરમેન આનંદ મહિન્દ્રાએ જણાવ્યું કે, "અંબાણીના પિતા ભારતના એક વિઝનરી ઉદ્યોગપતિ હતા, પરંતુ અબાંણીનું વિઝન તેમના પિતા કરતાં પણ વધુ આગળ છે. તેમના રિયાલન્સ જીઓ મોબાઈલ-ડાટા નેટવર્કે અત્યંત સસ્તા દરે 4જી સુવિદાઓ પુરી પાડીને ટૂંકાગાળામાં જે 280 મિલિયન ભારતીય લોકોને પોતાની સાથે જોડ્યા છે તે કોઈ પણ દૃષ્ટિએ અત્યંત પ્રેરણાસ્પદ બાબત છે."


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....