નવી દિલ્હી : વર્ષ 2015માં યુપીએસસીની ટોપર રહી ચુકેલી ટીના ડાબીનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. માત્ર 6 કલાકમાં જ આ વીડિયોન 50 હજારથી વધારે લોકો જોઇ ચુક્યા છે. આ વીડિયો એખ કોમન ડાન્સ પર્ફોમ્ન્સનો છે. વીડિયોમાં ટીના પોતાનાં પતિ અતહરની સાથે અમિતાભ બચ્ચનની ફિલ્મ શાનનાં ગીત, જાનુ મેરી જાન પર ડાન્સ કરી રહ્યા છે. આ વીડિયો શેર કરતા ટીનાએ લખ્યું કે, જુંબા ડાન્સ @કલ્ચર નાઇટ LBSNAA. જેનો અર્થ થાય છે કે આ વીડિયો પસંદગી પામેલા આઇએએસ અધિકારીઓની ટ્રેનિંગ એકેડેમીમાં થયેલ સાંસ્કૃતીક કાર્યક્રમનો છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તે ઉપરાંત ટીનાએ એક અન્ય વીડિયો પોતાનાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્દ દ્વારા શેર કરી છે જેમાં તે ગીત ગાતી પણ જોવા મળી રહી છે. આ દરમિયાન તે સ્ટેજ પર ગ્રુપ સોંગ ગાતી જોવા મળી રહી છે. આ વીડિયોને શેર કર્યો હતો. અત્રે નોંધનીય છે કે, આ ટીના ડાબીનો ઓફિશિલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે કે નહી તેની પૃષ્ટી અમે નથી કરી શકતા પરંતુ સોશ્યલ મીડિયામાં ટીનાનો ડાન્સ ચર્ચાનો વિષય જરૂરિયાત બનેલો છે. 



ટીના ડાબીએ ગ્રુપ સોંગ માટે સિંગર કેકેનાં પ્રખ્યાત ગીત, હમ રહે યાના રહે કલ...ની પસંદગી કરી હતી. ટીનાએ પોતાનાં પતિ અતહરની સાથે લુંગીમાં પણ એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ શેર કરતા ટીનાએ લખ્યુ કે, ઓલરેડી ફોર તેલુગૂ ડાન્સ. ટીનાએ એપ્રીલ 2018માં જ અતહર સાથે લગ્ન કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અતહર વર્ષ 2015માં યૂપીએશસી ટોપર્સમાં બીજા સ્થાન પર છે. તેનું આખુ ના અતહર આમિર ઉલ શફી ખાન છે અને તે કશ્મીરનો રહેવાસી છે. અતહર અને ટીનાની ટ્રેનિંગ દરમિયાન મુલાકાત થઇ હતી.