COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Meaning of 3 colour in National Flag tiranga: આજે આઝાદીના પર્વ પર સમગ્ર દેશમાં ઘરે ઘરે તિરંગો ફરકી રહ્યો છે. ગામડાથી લઈને શહેર અને દેશની રાજધાનીની મહત્વની જગ્યાઓ પર તિરંગાના રંગવાળી લાઈટો ઝળહળી રહી છે. લોકો કેસરિયા, સફેદ અને લીલા રંગના ડ્રેસમાં સજેલા જોવા મળી રહ્યા છે. ટૂંકમાં કહીએ તો જમીનથી લઈને આકાશ સુધી બધે જ તિરંગાના રંગ જોવા મળી રહ્યા છે. પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે જ્યોતિષની દ્રષ્ટિએ આ રંગોનું પણ દેશની પ્રગતિમાં ખુબ મોટું યોગદાન છે. આ રંગ ખાસ સંદેશ આપે છે. 


તિરંગાના દરેક રંગનું જ્યોતિષની દ્રષ્ટિએ મહત્વ
તિરંગાની સૌથી ઉપર કેસરિયો રંગ જોવા મળે છે. આ રંગ ગ્રહોના રાજા સૂર્યનો રંગ છે. સૂર્યને આત્મા, આત્મવિશ્વાસ, સફળતા, પ્રગતિ અને તેજનો કારક ગણવામાં આવે છે. જ્યોતિષની દ્રષ્ટિએ જોઈએ તો આ રંગ આપણને આત્મનિર્ભર બનાવવાની દિશામાં આગળ વધારે છે. આ સાથે જ આપણને ઉર્જા આપે છે. તે આપણા લોકતંત્રને મજબૂતાઈ આપે છે. આ કેસરિયા રંગની જ અસર છે કે ભારત દેશનું લોકતંત્ર મજબૂત થઈ રહ્યું છે. આ સાથે જ ધર્મ અને ત્યાગનું પણ સૂચક છે. જેના કારણે લોકો દેશ પ્રેમમાં પોતાના જીવ દઈ દેવા પણ તૈયાર રહે છે. 


સફેદ રંગની વાત કરીએ તો તે શાંતિનું પ્રતિક છે. જ્યોતિષમાં સફેદ રંગનો સંબંધ ચંદ્રમા અને શુક્ર ગ્રહ સાથે છે. ચંદ્રમા મન, સૌમ્યતા, માતાનું કારક છે. જ્યારે શુક્ર ભૌતિક સુખ, ધન, સૌંદર્ય, કળાનો કારક ગ્રહ છે. તિરંગાનો સફેદ રંગ આપણને શાંતિ, ભાઈચારો, કળા અને પ્રેમનો સંદેશ આપે છે. આથી આપણો દેશ આટલી વિવિધતાઓ બાદ પણ એક છે. 


લીલો રંગ બુધ ગ્રહ સાથે સંબંધ ધરાવે છે. તે બુદ્ધિ, તર્ક, વેપાર, પ્રકૃતિ અને ઉન્નતિનો રંગ છે. લીલો રંગ આપણી કૂટનીતિને મજબૂતાઈ આપે છે. બુદ્ધિ કૌશલ્યથી દુનિયા પર રાજ કરવા તરફ આગળ વધારે છે. વેપાર વધારે છે. આ સાથે જ પ્રકૃતિ સાથે સંબંધ પણ મજબૂત કરવાની પ્રેરણા આપે છે. 


જ્યારે તિરંગામાં અશોક ચક્રનો વાદળી રંગ પણ ખુબ મહત્વનો સંદેશ આપે છે. વાદળી રંગનો સંબંધ શનિદેવ સાથે છે. શનિદેવ ન્યાય અને જનતાના દેવતા છે. આ રંગ દેશમાં ન્યાયપ્રક્રિયા મજબૂત કરે છે. આ સાથે જ જનતાની મદદ અને સમર્થનથી રાષ્ટ્રને આગળ વધારે છે. 


(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube