Tirupati Balaji Temple: હવે ગુજરાતમાં પણ હશે તિરુપતિ બાલાજીનું મંદિર, જાણો દેશના સૌથી અમીર ટ્રસ્ટનો શું છે પ્લાન
દુનિયાભરમાં સૌથી ધનિક મંદિર ટ્રસ્ટ તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટે આવનારા કેટલાક વર્ષોમાં તમામ રાજ્યોમાં ભગવાન વેંકટેશ્વર મંદિરની સ્થાપના કરવામાં નિર્ણય લીધો છે. આંધ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લામાં સ્થિત તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (ટીટીડી) ની આ એક મહત્વકાંક્ષી યોજનાનો ભાગ છે.
દુનિયાભરમાં સૌથી ધનિક મંદિર ટ્રસ્ટ તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટે આવનારા કેટલાક વર્ષોમાં તમામ રાજ્યોમાં ભગવાન વેંકટેશ્વર મંદિરની સ્થાપના કરવામાં નિર્ણય લીધો છે. આંધ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લામાં સ્થિત તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (ટીટીડી) ની આ એક મહત્વકાંક્ષી યોજનાનો ભાગ છે. જે હેઠળ ભારતના દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં તિરુપતિ મંદિરની ઓછામાં ઓછી એક પ્રતિકૃતિનું નિર્માણ કરીને ભગવાન બાલાજીની અખિલ ભારતીય ઉપસ્થિતિ સુનિશ્ચિત કરવાની છે.
હાલ દેશભરમાં અનેક સ્થળોએ જેમ કે જમ્મુ, નવી મુંબઈ, ગુજરાત અને છત્તીસગઢમાં ભગવાન વેંકટેશ્વર મંદિરની પ્રતિકૃતિઓ બનાવવામાં આવી રહી છે. ટીટીડી ટ્રસ્ટ ગુજરાતના ગાંધીનગર, છત્તીસગઢના રાયપુર અને બિહારમાં પણ મંદિર બનાવવાનો વિચાર કરી રહ્યું છે. બિહારમાં હજુ મંદિર નિર્માણની સ્થિતિ નીતિશકુમાર સરકાર સાથે ચર્ચાના પ્રારંભિક તબક્કામાં છે.
ટીટીડી ટ્રસ્ટની સ્થાપના 1933માં થઈ હતી. ત્યારે આ ટ્રસ્ટ ગણતરીના મંદિરોનું મેનેજમેન્ટ કરતું હતું જેમાં તિરુમાલામાં પ્રતિષ્ઠિત ભગવાન વેંક્ટેશ્વર સ્વામી મંદિર, તિરુચનૂરમાં શ્રી પદ્માવતી અમ્માવરી મંદિર અને તિરુપતિમાં શ્રી ગોવિંદરાજ સ્વામી મંદિર સામેલ હતા. બાદમાં આ ટ્રસ્ટે પોતાની સ્થાપનાના નવ દાયકામાં સમગ્ર ભારતમાં ભગવાન વેંક્ટેશ્વરને સમર્પિત 58 મંદિરોની સ્થાપના કરી. જો કે તેમાંથી મટાભાગના દક્ષિણી રાજ્યો આંધ્ર પ્રદેશ, તેલંગાણા, તમિલનાડુમાં સ્થિત છે. હવે ટ્રસ્ટે ઉત્તર અને પૂર્વ ભારત સહિત દેશભરમાં ભગવાન વેંક્ટેશ્વરના મંદિરની સ્થાપનાનો નિર્ણય લીધો છે.
5 દિવસ સુધી આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી, વાંચ્યા વગર ઘરની બહાર ન નીકળતા!
શું પીએમ મોદીના યુએસ પ્રવાસથી નારાજ થશે મુસ્લિમ દેશ? સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
PM મોદીને મળ્યા બાદ ગૂગલના CEO સુંદર પિચાઈએ ગુજરાત માટે કરી મોટી જાહેરાત
ટ્રસ્ટે દક્ષિણ ભારતથી બહાર નીકળીને 1969માં ઉત્તરાખંડના ઋષિકેશમાં બાલાજી મંદિરની સ્થાપના કરી. ટ્રસ્ટે 2019માં કન્યાકુમારીમાં ભગવાન વેંકટેશ્વર મંદિરની સ્થાપના કરીને ભારતના સૌથી દક્ષિણી છેડે પોતાનું પદચિન્હ સ્થાપિત કર્યું છે. હાલમાં જ 8 જૂનના રોજ જમ્મુમાં ભગવાન વેંક્ટેશ્વર બાલાજીના મંદિરનો શુભારંભ થયો છે.
ટ્ર્સ્ટે હાલમાં જ મહારાષ્ટ્રમાં પણ ભગવાન બાલાજી મંદિરની પ્રતિકૃતિનો પાયો રાખ્યો. આ માટે રાજ્ય સરકારે નવી મુંબઈમાં લગભગ 600 કરોડ રૂપિયાની 10 એકર પ્રમુખ જમીન મંદિર ટ્રસ્ટને ફાળવી છે. ટીટીડી મંદિર નિર્માણ પર 70 કરોડ રૂપિયાનો ખર્ચો કરશે. ટીટીડીના અધ્યક્ષ વાયવી સુબ્બા રેડ્ડીએ ટીઓઆઈને જણાવ્યું છે કે 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભગવાન વેંક્ટેશ્વર સ્વામી મંદિરોનું નિર્માણ ભગવાનના ભક્તોને દ્વાર સુધી લઈ જવાનો પ્રયત્ન છે. તેમણે જણાવ્યું કે આંધ્રના સીએમ વાયએસ જગન મોહન રેડ્ડીના નિર્દેશો બાદ ટીટીડી દક્ષિણ ભારતીય રાજ્યોના આંતરિયાળ ગામોમાં પણ નાના મંદિરોનું નિર્માણ કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube