ડેમ તુટવા મુદ્દે NCPની માંગ: કરચલાઓ પર દાખલ કરવામાં આવે હત્યાનો કેસ
એનસીપી કાર્યકર્તાઓએ કોલ્હાપુરનાં શાહુપુરી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને કરચલાઓ વિરુદ્ધ આઇપીસી 302 હેઠળ કેસ દાખલ કરવા જણાવ્યું
મુંબઇ : મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં મંત્રી તાનાજી સાવંતે રત્નાગિરીમાં તિવારે ડેમ તુટવા માટે કરચલાઓને જવાબદાર ઠેરવ્યા છે. તાનાજી સાવંતના આ નિવેદન અંગે નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના કાર્યકર્તાઓએ રાજ્ય સરકારની વિરુદ્ધ પ્રદર્શન કર્યું. એનસીપી કાર્યકર્તાઓએ કોલ્હાપુરમાં કરચલાઓ દેખાડીને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ એનસીપી કાર્યકર્તા કોલ્હાપુરના શાહુપુરી પોલીસ સ્ટેશન પહોંચ્યા. એનસીપી કાર્યકર્તાઓએ કરચલાઓ વિરુદ્ધ IPCની કલમ 302 હેઠળ કેસ દાખલ કરવાની માંગ કરી. તાનાજી સાવંતનાંનિવેદન અંગે પોતાનો વિરોધ નોંધાવતા એનસીપી કાર્યકર્તાઓએ પોલીસને કરચલાઓ પર હત્યાનો કેસ દાખલ કરવાની માંગ કરી છે.
નિર્મલાએ સૂટકેસને કહ્યું અલવિદા, ચિદમ્બરમે કહ્યું અમારા નાણામંત્રી iPadમાં લાવશે ડોક્યુમેન્ટ
તાનાજી સાવંતે કહ્યું હતું કે, આ ડેમમાં મોટી સંખ્યામાં કરચલાઓ મળી આવે છે, જેમણે ડેમની દિવાલ છેદી દીધી. તેનાકારણે પાણી લિકેજ થયું અને તેના કારણે જ બંધની દિવાલ તુટી ગઇ. અત્રે ઉલ્લેખનીય છે કે 2-3 જુલાઇની રાત્રે મહારાષ્ટ્રનાં રત્નાગિરી જિલ્લામાં આવેલ તિવારી ડેમ તુટી ગયો હતો. જેની ઝપટે ચડીને 23 લોકો વહી ગયા હતા, જેમાં 20ની લાશ મળી ચુકી છે, જ્યારે 3 લોકો હજી પણ ગુમ હોવાની માહિતી મળી રહી છે.
અમારા બંન્ને ભાઇઓ વિરુદ્ધ કોઇ બોલશે તો ચીરી નાખીશું: તેજપ્રતાપનું વિવાદિત નિવેદન
ભાજપ-કોંગ્રેસ બાદ હવે શિવસેના નગરસેવકની દબંગાઇ, ચિકન વેપારીને માર્યો માર
ડેમ તુટવાની ઘટનાનો બચાવ કરતા તાનાજી સાવંતે દાવો કર્યો હતો કે ડેમમાં રહેલા કરચલાનું મોટુ પ્રમાણના કારણે આ ડેમ તુટ્યો હતો. તાનાજી સાવંત શિવસેનાના સાંસદ છે. જો કે રસપ્રદ બાબત છે કે, પાર્ટીમાં તેમના સહયોગી અને સ્થાનીક ધારાસભ્ય સદાનંદ ચવ્હાણ આ ડેમના કોન્ટ્રાક્ટર છે. અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનિકોના મંતવ્ય અનુસાર આ ડેમમાં રાજકારણીઓએ કામ ઓછુ અને સેટિંગ વધારે કર્યું છે.