પ.બંગાળ: લો...બોલો, ઉદ્ધાટન નીતિન ગડકરીએ કરવાનુ હતું, પણ કરી નાખ્યું TMCના નેતાએ
પશ્ચિમ બંગાળના નામખાનાના NH 117-Aમાં બનેલા પુલનું તૃણમૂલ કોંગ્રેસે ઉદ્ધાટન કરી નાખ્યું. હકીકતમાં આ કેન્દ્રીય રાજમાર્ગનું મંત્રી નીતિન ગડકરીના હાથે ઉદ્ધાટન થવાનું હતું. કોલકાતાથી સીધા બકખલી પહોંચવા માટે આ પુલ બનાવવામાં આવ્યો હતો. પુલ દ્વારા ફ્રેઝરગંજ સરળતાથી પહોંચી શકાય છે. આ પુલનું તૃણમૂલ કોંગ્રેસના નેતા અરુપ વિશ્વાસે એક દિવસ પહેલા જ ઉદ્ધાટન કરી નાખ્યું. હટનિયા-દોયાન નદી પર બનેલો આ પુલ 3.3 કિલોમીટર લાંબો છે.