dકલકત્તા: TMC સાંસદ અભિષેક બેનર્જી (Abhishek Banerjee) એ મોદી સરકારને પડકાર આપતાં કહ્યું કે તે અમને ED અને CBI વડે ડરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ અમે તેમનાથી ડરવાના નથી.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ED અને CBI ને અમારી પાછળ લગાવી દીધી
કલકત્તામાં શનિવારે અભિષેક બેનર્જી (Abhishek Banerjee) કહ્યું હતું કે ED અને CBI ને અમારી પાછળ લગાવી દીધી છે. તેનાથી અમારો આત્મવિશ્વાસ ડગવાના બદલે મજબૂત થયો છે. કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પડકાર ફેંકતા અભિષેકને કહ્યું 'કોઇ માના લાલમાં હિંમત છે તો અમને રોકીને બતાવે. આ બંગાળની માટી છે. અહીં રામ કૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ જેવી હસ્તીઓ પેદા થઇ છે.' 

IRCTC Rules: Confirm Ticket કેન્સલ કરતાં જાણી લો આ નિયમો, કેટલું મળશે રિફંડ


'ભાજપ પાસેથી છીનવી લઇશું ત્રિપુરા
તેમણે કહ્યું કે તે ત્રિપુરાને ભાજપ પાસેથી છીનવી લેશે. આગામી દોઢ વર્ષની અંદર ત્રિપુરામાં ટીએમસી (TMC) ની સરકાર હશે. અહીંયા દ્વારે ગુંડા નહી પરંતુ દ્વારે સરકાર હશે. અભિષેકે કહ્યું કે બંગાળમાં ઘણા સમયથી દ્વારે સરકાર ચાલી રહી છે. CPM, ભાજપ અને કોંગ્રેસના નેતા બંગાળમાં આવીને એવા સરકારી આયોજન કેમ્પ જોઇ શકે છે. ટીએમસી સરકાર તેમને પુરી સુવિધા આપશે. 

Narayan Rane ની ઉદ્ધવને ધમકી- 39 વર્ષ કામ કર્યું, 'જાણું છું કે ભાઇની પત્ની પર એસિડ ફેંકવાનું કોણે કહ્યું'


ત્રિપુરામાં બાંગ્લા ભાષી વધુ લોકો
તમને જણાવી દઇએ કે પશ્વિમ બંગાળમાં આ વર્ષે TMC ફરીથી રાજ્યની સત્તામાં આવવામાં સફળ રહી છે. તો બીજેપી પહેલીવાર પ્રમુખ વિપક્ષી પાર્ટી બનીને ઉભરી છે. ત્યારબાદ ભાજપ સતત ટીએમસી પર હુમલાવર છે અને તેમની નીતિઓ પર સવાલ ઉઠી રહ્યા છે. તો બીજી તરફ ફરીથી સત્તામાં આવતાં ખુશ ટીએમસી હવે ત્રિપુરામાં પણ સત્તા છિનવી લેવાની યોજના બનાવી રહી છે. ત્રિપુરામાં બાંગ્લા ભાષી લોકોની મોટી સંખ્યા છે. એટલા માટે ટીએમએસી ત્યાં પણ સારા પરિણામોની આશા કરી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube