નવી દિલ્હી: પશ્ચિમ બંગાળ (West Bengal) માં વિધાનસભા ચૂંટણી ઢૂંકડી છે. તે પહેલા જ તૃણમૂલ કોંગ્રેસને સતત ઝટકા મળી રહ્યા છે. TMC સાંસદ દિનેશ ત્રિવેદીએ મુખ્યમંત્રી મમતા બેનરજીને મોટો આંચકો આપ્યો છે. તેમણે આજે રાજ્યસભામાં બજેટ સત્રમાં ભાષણ દરમિયાન જ રાજીનામાની જાહેરાત કરી નાખી. અત્રે જણાવવાનું કે દિનેશ ત્રિવેદી મનમોહન સિંહની સરકારમાં રેલવે મંત્રી રહી ચૂક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીએમસીમાં દમ  ઘૂંટતો હતો- દિનેશ ત્રિવેદી
દિનેશ ત્રિવેદી (Dinesh Trivedi) એ રાજ્યસભા (Rajya Sabha) માં ભાષણ આપતા કહ્યું કે 'હું આજે  રાજ્યસભામાંથી રાજીનામું આપી દઉ છું. મારી પાર્ટીનો આભારી છું કે તેમણે મને અહીં મોકલ્યો. મારો દમ ઘૂંટાઈ રહ્યો છે કે રાજ્યમાં થઈ રહેલી હિંસા પર અમે કશું કરી શકતા નથી. મારો આત્મા મને કહે છે કે જો તમે અહીં બેસીને પણ કશું ન કરી શકો, તો તમારે રાજીનામું આપી દેવું જોઈએ. હું પશ્ચિમ બંગાળના લોકો માટે કામ કરવાનું ચાલુ રાખીશ.'


Mamata Banerjee નો 'હંબા-હંબા, રંબા-રંબા...તુંબા-તુંબા' Video વાયરલ, Memes જોઈને પેટ પકડીને હસશો


દિનેશ ત્રિવેદી ભાજપમાં જોડાઈ શકે છે
તૃણમૂલ કોંગ્રેસ (TMC) માંથી રાજીનામું આપ્યા બાદ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યાં મુજબ દિનેશ ત્રિવેદી ગત એક મહિનાથી સતત ભાજપના સંપર્કમાં હતા અને હાલમાં જ ભાજપના અનેક ટોચના નેતાઓ સાથે તેમની વાતચીત થઈ હતી. દિનેશ ત્રિવેદીના રાજીનામા બાદ ભાજપ મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે જો તેઓ ભાજપમાં આવે તો તેમનું સ્વાગત છે. 


Rinku Sharma Murder: 24 વર્ષના રિંકુની હત્યાથી લોકો ગુસ્સામાં, બોલ્યા- Secularism પર ભાષણ આપનારા હવે ચૂપ કેમ?


રાજીનામાથી ટીએમસીને મોટો ફટકો
દિનેશ ત્રિવેદીના રાજીનામાથી ટીએમસીને રાજ્યસભામાં મોટો ફટકો પડ્યો છે. વાત જાણે એમ છે કે દિનેશ ત્રિવેદી ગત વર્ષ સપ્ટેમ્બરમાં રાજ્યસભા માટે ચૂંટાઈ આવ્યા હતા. તેમના રાજીનામાથી એક બેઠક ખાલી થઈ છે. હવે પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી બાદ આ બેઠક માટે ચૂંટણી યોજાશે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube