કોલકાતા : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે કહ્યું કે ઇંધણની કિંમતમાં  રોજિંદો વધારો અને રૂપિયામાં સતત થઇ રહેલા ઘટાડાને કારણે ભાજપનીત કેન્દ્ર સરકાર દ્વારા અર્થવ્યવસ્થાના કુપ્રબંધનનું પરિણામ છે. તેમણે કહ્યું કે, સતત વધતા ઇંધણના ભાવની વિરુદ્ધ કોંગ્રેસ સહિત 21 દળોનું ભારત બંધ વિરોધ પહેલો અને આખરી વિકલ્પ નથી. તેમણે રાજ્ય સચિવાલયમાં પત્રકારોને કહ્યું કે, દેશની અર્થવ્યવસ્થાની સ્થિતી 2016માં નોટબંધી અને ત્યાર બાદ જીએસટી લાગુ કરવાની સાથે બગડવા લાગી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેનર્જીએ કહ્યું કે, ઇંધણના ભાવમાં રોજિંદો વધારો અને  રૂપિયાનું અવમુલ્યન દેશની અર્થવ્યવસ્થાનું મિસમેનેજમેન્ટ છે. રૂપિયાનો ભાવ રોજ ઘટી રહ્યા છે. પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવ સતત વધી રહ્યા છે. સામાન્ય લોકોનાં જીવનનું કોઇ મહત્વ નથી. આપણે સમજી નથી રહ્યા કે તે ક્યાં પહોંચશે. તેમણે કહ્યું કે, અમે મુદ્દાનું સમર્થન કરીએ છીએ ન કે બંધનું કારણ કે પશ્ચિમ બંગાળ (ગત્ત વામમોર્ચા શાસન દરમિયાન) પહેલા જ બંધ અને હડતાળોનાં કારણે આશરે આઠ લાખ શ્રમ દિવસ ગુમાવી ચુક્યા છે. બંધ અને હડતાળ કોઇ વિરોધનો પહેલો અને આખરી વિકલ્પ નથી. 

તેમણે કહ્યું કે, કોંગ્રેસ નેતા અહેમદ પટેલે શુક્રવારે રાત્રે તેમને ટેલિફોન કર્યો હતો અને બંધ માટે તેમનું સમર્થન માંગ્યું હતું. મે તેમને કહ્યું કે હું મુદ્દાનું સમર્થન કરૂ છું પરંતુ તૃણમુલ કોંગ્રેસ બંધમાં હિસ્સા નહી લે કારણ કે કોંગ્રેસે નિર્ણય લેતા પહેલા અમારો સંપર્ક નથી કર્યો. અને ફરીથી અમે સિદ્ધાંતત બંધ અને હડતાળનું આહ્વાન કરવાનું સમર્થન નથી કરતા.

મુખ્યમંત્રીએ કહ્યું કે સામાન્ય રીતે તેમને તૃણમુલ સાંસદ સુખેદુ શેખર રાયે દિલ્હીમાં પ્રદર્શન રેલીમાં હિસ્સો લેવા મોકલ્યા જેથી વિપક્ષી એકતા પ્રભાવિત ન હોય. ઇંધણ પર કેટલાક રાજ્યો દ્વારા વેટ ઘટાડવા અંગે પુછવામાં આવતા તેમણે કહ્યું કે, કર્ણાટક જેવા કેટલાક રાજ્યોએ પેટ્રોલિયમ ઉત્પાદનો પર વેટમાં ઘટાડાનો નિર્ણય લીધો છે પરંતુ તેના કારણે સ્થિતીમાં મદદ નહી મળે. ઇંધણનાં ભાવ રોજ વધી રહ્યા છે.