કલકત્તા: પશ્વિમ બંગાળ (West Bengal) ની સીએમ મમતા બેનર્જી (Mamata Banerjee) ને શુક્રવારે સાંજે હોસ્પિટલમાંથી રજા આપવામા6 આવી છે. બે દિવસ પહેલાં નંદીગ્રામમાં થયેલા અકસ્માત બાદ મમતા બેનર્જી કલકત્તાના SSKM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હેલ્થ બુલેટિનમાં જણાવવામાં આવ્યું 'મુખ્યમંત્રીના સ્વાસ્થ્યમાં ઝડપથી સુધારો આવી રહ્યો છે. આજે તેમના ડાબા પર લગાવામાં આવેલા પ્લાસ્ટરને કાપીને ચેક કરવામાં આવ્યું કે ઇજા ઠીક થાય છે કે નહી. આ દરમિયાન ડોક્ટરોએ તપાસમાં જોયું કે સીએમના પગનો સોજો ઘટી રહ્યો છે. આ ઉપરાંત તેમને ગરદન, ખભા અને કમરમાં વધુ દુખાવો થઇ રહ્યો નથી. ડોક્ટર 48 કલાક સુધી તેમને ઓબ્ઝર્વેશનમાં રાખવા માંગે છે, પરંતુ સીએમ દ્રારા વારંવાર કહેવામાં આવતાં તેમને રજા આપવામાં આવી છે. 

Mamata Banerjee ના ડાબા પગનું હાડકું તૂટ્યું, સામે આવ્યો X-ray રિપોર્ટ


નંદીગ્રામમમાં મમતા પર હુમલો
બુધવારે નંદીગ્રામ સીટ પરથી ઉમેદવારી દાખલ કર્યા બાદ મમતા બેનર્જીએ પોતાના પર થયેલા હુમલાનો આરોપ લગાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મંદિરથી પરત ફરથી વખતે 4 થી 5 લોકોએ કારના દરવાજાને ધક્કો માર્યો. આ અકસ્માતમાં તેમનો પગ કારના દરવાજામાં ફસાય ગયો અને તેમને ઇજા પહોંચી. તેના પર સીએમ મમતાએ કહ્યું કે આ અકસ્માત નથી એક કાવતરું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube