કોલકત્તાઃ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને મમતા બેનર્જીએ મોટો નિર્ણય કર્યો છે. ટીએમસી સાંસદ અને મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીએ જણાવ્યું કે ટીએમસી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતદાનથી દૂર રહેશે. નોંધનીય છે કે શરદ પવારે ટીએમસીને કહ્યુ હતુ કે વિપક્ષના ઉમેદવાર માર્ગરેટ અલ્વાનું સમર્થન કરે. તેના પર ટીએમસી તરફથી કહેવામાં આવ્યું હતું કે સંસદીય દળની બેઠક બાદ 21 જુલાઈએ અંતિમ નિર્ણય લેવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યશવંત સિન્હાને બનાવ્યા હતા રાષ્ટ્રપતિ ઉમેદવાર
રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા મમતા બેનર્જી ખુબ સક્રિય જોવા મળ્યા હતા. તેમણે દિલ્હી પહોંચીને વિપક્ષી દળોની સાથે બેઠક કરી હતી. પરંતુ આ બેઠકમાં રાષ્ટ્રપતિ ઉમેદવાર પર  ફાઇનલ નિર્ણય લઈ શકાયો નહીં. બાદમાં ટીએમસી નેતા રહેલા યશવંત સિન્હાને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. યશવંત સિન્હાની ઉમેદવારી નક્કી થયા બાદ તેમણે ટીએમસીમાંથી રાજીનામુ આપી દીધુ હતું. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં સક્રિય રહેલી ટીએમસીનો ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતદાનથી દૂર રહેવાનો નિર્ણય ચોંકાવનારો જરૂર છે. 


આ પણ વાંચોઃ કેજરીવાલ સિંગાપુર જઈ શકશે નહીં, એલજીએ મંજૂરી આપવાનો ઈનકાર કર્યો; આપ્યું કારણ  


કેમ મમતા બેનર્જીએ બનાવ્યું અંતર
અભિષેક બેનર્જીએ વોટિંગથી દૂર રહેવાનું કારણ જણાવ્યું છે. તેમણે કહ્યું કે વિપક્ષે ઉમેદવાર જાહેર કરતા પહેલા ટીએમસીની સલાહ લીધી નહીં અને જાણકારી આપ્યા વગર માર્ગરેટ અલ્વાને ઉમેદવાર બનાવી દીધા. તેમણે કહ્યું કે એનડીએ ઉમેદવારનું સમર્થન કરવાનો કોઈ પ્રશ્ન નથી. તેવામાં ટીએમસીએ વોટિંગથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube