નવી દિલ્હી: ભારત સહિત વિશ્વના અનેક ભાગોમાં આજે યોગ દિવસની ઉજવણી શરૂ થઈ ગઈ છે. સવાર સવારમાં યોગગુરુ બાબા રામદેવે મહારાષ્ટ્રના નાંદેડમાં યોગ કર્યાં. તેમની સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ છે. ભારતના પ્રયાસો થકી જ વિશ્વમાં યોગ દિવસ ઉજવવાની શરૂઆત થઈ છે. આજના દિવસે સમગ્ર દેશમાં સરકારી આયોજનોથી માંટીને ખાનગી ક્ષેત્રની કંપનીઓ, કોર્પોરેટ કંપનીઓ, પોલીસ, ભારતીય સેનાની ત્રણેય પાંખ સહિત સમગ્ર દેશ યોગમય બની જાય છે. શાળા-કોલેજના વિદ્યાર્થીઓથી માંડીને મહિલાઓ પણ મોટી સંખ્યામાં આ આયોજનનો ભાગ બનતી હોય છે. દેશના ઐતિહાસિક સ્થળોએ પણ સામુહિક યોગનું વિશેષ આયોજન કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાંચીમાં તો ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હરિયાણાના રોહતકમાં યોગ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. તમામ કેન્દ્રીય મંત્રીઓ પણ વિવિધ સ્થળે આયોજિત યોગ કાર્યક્રમોમાં ભાગ લેશે. આ વર્ષની યોગની થીમ પર્યાવરણને ધ્યાનમાં રાખીને 'ક્લાઈમેટ એક્શન' રાખવામાં આવી છે. ભારતમાં યોગ દિવસ 'યોગા ફોર હાર્ટ'ના સ્લોગન સાથે ઉજવવામાં આવનારો છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...