ડૂંગરપુર : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરૂવારે મેવાડનાં ડુંગરપુરમાં સાગવાડા પહોંચ્યા. અહીં તેમણે જનતા અને કોંગ્રેસ કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું કે, કોંગ્રેસના કાર્યકર્તાઓ પાર્ટીનાં કરોડરજ્જું છે. આ કાર્યકર્તાઓ લાઠી ખાય છે દંડા ખાય છે પરંતુ અચાનક કોઇ નેતા પેરાશુટથી આવીને ટીકિટ લઇ જાય છે. તેમણે કહ્યું કે, હવે કોંગ્રેસનાં કાર્યકર્તાઓ જ નક્કી કરશે કે કોને ઉમેદવાર બનાવવા જોઇએ. આ વખતે પેરાશુટ ઉમેદવારોને કાપવાનું કામ હું પોતે કરીશ.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાફેલ ડીલ અંગે મોદી સરકાર પર શાબ્દિક પ્રહારો કરતા રાહુલે કહ્યું કે, 126 હવાઇ જહાજ ખરીદવા માટે યુપીએ સરકારે 526 કરોડ રૂપિયામાં એક જહાજ ખરીદવાનો નિશ્ચિત કર્યો છે. જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા કોન્ટ્રાક્ટમાં 1600 કરોડ રૂપિયાનો રેટ રાખ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે અનિલ અંબાણીએ પોતાનું સમગ્ર જીવનમાં હવાઇ જહાજ નથી બનાવ્યું, પરંતુ મોદીજીએ સંરક્ષણ મંત્રીને પુછ્યા વગર જ અનિલ અંબાણીને કોન્ટ્રાક્ટ આપી દીધો. 

ડોઢ મહિનામાં બીજી વાર રાજસ્થાનની મુલાકાતે આવેલા અધ્યક્ષ રાહુલ ગાંધી આજે મેવાડમાં વડાપ્રધાન વસુંધરા રાજે અને રાજસ્થાન સરકાર પર શાબ્દિક પ્રહારો કરતા રહ્યા. વડાપ્રધાન મોદી પર હૂમલો કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ગલી-ગલીમાં શોર છે કે દેશનો ચોકીદાર ચોર છે. રાહુલ ગાંધી સાથે સમગ્ર રેલીમાં આ નારો ગુંજવા લાગ્યો હતો. રાહુલે રાફેલ ડીલ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. 

રાહુલે બીજો હૂમલો કરતા કહ્યું કે, વિજય માલ્યા મુદ્દે 9000 કરોડ રૂપિયાનો ચોર દેશનાં નાણામંત્રીને તેમ કહીને કહ્યું કે, હું જઇ રહ્યો છું. હું આ નથી કહી રહ્યો પરંતુ અરૂણ જેટલી પોતે કહી રહ્યા છે કે માલ્યાએ મને મળીને ગયો છે, પરંતુ દેશનાં ચોકીદાર તેના પર મૌન છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોનું દેવું માફ થશે અને લોકોને રોજગાર મળશે.  રાહુલે કહ્યું કે, તે લોકો સાથે છળ નહી કરે કે તેમનાં ખાતામાં 15 લાખ રૂપિયા આવશે. અમે તે જ બોલીશું જે કરી શકીએ તેમ છીએ. 

રાહુલે કહ્યું કે, પોતાનાં 5-10 અમીર મિત્રો માટે રાહુલ ગાંધી બુલેટ ટ્રેન લઇને આવી રહ્યા છે. આ બુલેટ ટ્રેન પાછળ જે ખર્ચ કરવામાં આવી રહ્યો છે તેનાંથી અડધામાં જ રાજસ્થાનનાં ખેડૂતોનું દેવું માફ થઇ શકે તેમ નછે. રાહુલ ગાંધીએ કહ્યું કે, આ રાજસ્થાનની જનતા નિશ્ચિત કરી ચુકી છેકે કોંગ્રેસને જીતાડવાનું છે. પછી ભલે મોદી આવે કે અમિત શાહ આવે વિજય તો માત્ર કોંગ્રેસનો જ છે. 

આખરે જ્યારે સભા ખતમ થઇ તો રાહુલ ગાંધીએ ગત્ત જયપુરની રેલીની જેમ જ બાંસવાડા સાગવાડાની રેલીમાં પણ બંન્ને હાથ જોડીને ઉઠાવ્યા. રેલીમાં પહોંચેલા રાહુલ ગાંધીએ ગાયત્રી પીઠમાં પુજા-અર્ચના કરી હતી. સાગવાડા રેલી કોંગ્રેસ માટે ખુબ જ મહત્વપુર્ણ છેક કારણ કે ગત્ત ચૂંટણીમાં મેવાડથી કોંગ્રેસનું પત્તુ સાફ થઇ ગયું હતું. આ આદિવાસી વિસ્તાર છે. જ્યાં કોંગ્રેસ હંમેશા મજબુત રહી છે. કોંગ્રેસની સભામાં આવેલી ભીડને જોઇને કોંગ્રેસનાં નેતાઓ અને કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.