આજે વાકબારસનું પર્વ
આસો મહિનાની શુક્લપક્ષ બારસની તિથિ એટલે વાકબારસ. દિવાળીના તહેવારોની શરૂઆત થાય છે. અગિયારસ અને બારસની તિથિ આ વર્ષે એકસાથે છે. દિવાળીના આડા ત્રણ દિવસો પહેલા વાકબારસ આવે છે. વાકબારસનું સૌથી વધારે મહત્વ ગુજરાતમાં હોય છે. વાકબારસને 'ગૌવત્સ દ્વાદશી'ના નામે પણ ઓળખાય છે તેથી આ દિવસે ગાય અને તેના વાછરડાની પણ પૂજા થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાકબારસનું મહત્વ
ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વાકબારસ પર્વ મનાવાય છે જેમાં વાણીની દેવી મા સરસ્વતીની પૂજા થાય છે, તો આદિવાસી સમાજના લોકો વાઘનું પૂજન કરતા હોય છે. વાકબારસ પર્વથી રાત્રે ઘરની બહારના ગોખમાં અને અંદર દિવાઓ પ્રગટાવવાની શરૂઆત થઇ જાય છે. આ સાથે જ પ્રગટેલા દીવડાઓની હારમાળા પ્રગટી ઉઠે છે. વાકબારસના દિવસથી જ ગુજરાતના વેપારીઓ પોતાના બધા કામ પૂર્ણ કરી દે છે. જૂની લેવડ-દેવડના બધા ચોપડાઓના હિસાબ પતાવી દેવામાં આવે છે, ત્યારબાદના આગળના દિવસોમાં વ્યવસાયિક નાણાકીય વ્યવહારો કરવામાં આવતા નથી. ત્યારબાદ નવા ચોપડાઓ સાથે નવો હિસાબ માંડવામાં આવે છે.
આદિવાસીઓ વાઘબારસ તરીકે મનાવે છે.

Indian Railways: આજથી બદલાઇ જશે રેલવેનો મોટો નિયમ, ટિકિટ બુક કરાવતાં પહેલાં જાણી લો નહી તો થશે સમસ્યા
 
ગુજરાતના પૂર્વીય ભાગોમાં ડાંગ સહિતના જંગંલ વિસ્તારોમાં રહેતા આદિવાસી સમાજના લોકો વાઘની દેવતા તરીકે પૂજા કરે છે. અહીં વાઘ અને નાગ દેવતાના રૂપમાં પૂજાય છે. પોતાના જીવ અને પ્રાણીઓની સલામતિ માટે શ્રદ્ધા સાથે પૂજા કરવામાં આવે છે.


વાકબારસ ગૌવત્સ દ્વાદશીના નામથી પણ ઓળખાય
વાકબારસને 'ગૌવત્સ દ્રાદશી'ના નામથી પણ ઓળખવામાં આવે છે. આ નિમિત્તે ગાય અને તેના વાછરડાનું પૂજન કરાય છે જેથી આ દિવસને 'વસુ બારસ' તરીકે પણ ઓળખવામાં આવે છે. વૈષ્ણવમાર્ગીય ભકતો ગાય અને વાછરડાની પૂજા કરી અને તેમને અડદના વડા ખવડાવે છે. દિવાળી અને નવા વર્ષના મનોહર દિવસો ખુલવાનું પર્વ વાકબારસ છે. વાઘબારસથી ભાઈબીજ સુધી મંદિરો અને ઘરો રોશનીથી ઝળહળી ઉઠે છે.


વાકબારસ અપભ્રંશમાં થઈ ગયું વાઘબારસ
વાકબારસને આપણે મોટાભાગે લોકોને વાઘબારસ બોલતા પણ સાંભળીએ છીએ, અહીં વાક્ એટલે વાણીની વાત છે. વાક એ વાચાની દેવી મા સરસ્વતીની પૂજાની વાત છે. મા સરસ્વતી આપણી વાચા, ભાષાને સારી રાખે, આપણી વાણીથી કોઈની લાગણી ન દુભાય તે માટે દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. ધનતેરસના દિવસે મા લક્ષ્મીની પૂજા કરતા પહેલા મા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. વાક્ શબ્દ લોકબોલીમાં વાઘ થઈ ગયો અને ત્યારબાદ આ તહેવારમાં વાઘને સંદર્ભમાં રાખી વાઘ બારસ તરીકે પણ ઓળખાવા લાગ્યો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube