નવી દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચનાર નીરજ ચોપડાને પરમ વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવશે. ગણતંત્ર દિવસ પહેલા કેન્દ્ર સરકારે 384 લોકોને વીરતા પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે. 


મંગળવારે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તરફથી વીરતા પુરસ્કારોના નામને મંજૂરી આપવામાં આવી છે. આ લિસ્ટમાં કુલ 384 લોકોના નામની જાહેરાત થઈ છે. સરકાર તરફથી જાહેર લિસ્ટમાં ટોક્યો ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપડાનું નામ પણ સામેલ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube