નવી દિલ્હી:  ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતનારા ભારતીય ખેલાડીઓની ઘર વાપસી થઈ ગઈ છે. ભારત પાછા ફર્યા બાદ આ ખેલાડીઓનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું. આ અવસરે મેડલ વિજેતા ખેલાડીઓનું અને સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓનો સન્માન સમારોહ દિલ્હીની અશોક હોટલમાં યોજવામાં આવ્યો. ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારા નીરજ ચોપડા, સિલ્વર મેડલ જીતનારા રવિ દહિયા, બ્રોન્ઝ મેડલ જીતનાર બજરંગ પુનિયા, અને ભારતીય હોકી ટીમ આ સ્વાગત સમારોહમાં સામેલ હતા. આ કાર્યક્રમમાં ખેલ મંત્રી અનુરાગ ઠાકુર, પૂર્વ ખેલ મંત્રી કિરણ રિજિજુ, ખેલ રાજ્યમંત્રી નિસિથ પ્રમાણિક ઉપરાંત વિભિન્ન ખેલ સંગઠનોના અનેક પદાધિકારીઓ પણ હાજર રહ્યા. કાર્યક્રમ માટે હોટલની લોબીને ફૂલોથી સજાવવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અગાઉ ખેલાડીઓના સ્વાગતમાં મોટી સંખ્યામાં ફેન્સ એરપોર્ટ પર ભેગા થયા હતા. ત્યારબાદ ખેલાડીઓને દિલ્હીની અશોક હોટલ લઈ જવામાં આવ્યા. અહીં તેમના માટે સન્માન સમારોહ આયોજાયો હતો. અશોક હોટલમાં ભારતીય મહિલા અને પુરુષ હોકીની ટીમે કેક કાપીને ઓલિમ્પિકમાં સારા પ્રદર્શનનો જશ્ન મનાવ્યો. 



આ સમગ્ર દેશનો મેડલ છે- નીરજ ચોપડા
ટોક્યો ઓલિમ્પિકમાં જ્વેલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીતનારા નીરજ ચોપડાએ કહ્યું કે બધાનો આભાર. આ ગોલ્ડ મેડલ મારો નહીં પરંતુ સમગ્ર દેશનો છે. મને લાગે છે કે તમે તમારું 100% આપો અને કોઈનાથી ડરો નહીં.


ટોક્યો ઓલિમ્પિકમાં કુશ્તીમાં દેશને સિલ્વર મેડલ અપવાનારા રવિ દહિયાનું થયું સન્માન.



દેશને પહેલીવાર ટ્રેક એન્ડ ફિલ્ડમાં મેડલ અને તે પણ ગોલ્ડ મેડલ અપાવનારા નીરજ ચોપડાનું સન્માન થયું. 



41 વર્ષ બાદ હોકીમાં મેડલ, ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનારી પુરુષોની હોકી ટીમનું સન્માન કરાયું. 



બોક્સિંગમાં બ્રોન્ઝ મેડલ જીતનાર લવલીના બોર્ગોહનનું ખેલ રાજ્યમંત્રી નિશિથ પ્રમાણિક અને કાયદા મંત્રી કિરણ રિજિજૂએ સન્માન કર્યું. 



સન્માન સમારોહમાં ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે નીરજ ચોપડાથી માડીને બજરંગ પુનિયા, લવલિના અને અન્ય તમામ ખેલાડીઓ નવા ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. આ લોકો નવા ભારતના નવા હીરો છે. 



સૌથી પહેલા બ્રોન્ઝ મેડલ વિજેતા રેસલર બજરંગ પુનિયાનું સન્માન કરાયું. 



સન્માન સમારોહમાં ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપડા અને સિલ્વર મેડલિસ્ટ રેસલર રવિ દહિયાએ એક સાથે તસવીર લીધી. 



નીરજ ચોપડાએ કહ્યું કે દેશ માટે ગોલ્ડ જીતીને ખુબ સારું લાગે છે. 



ખેલાડીઓ એરપોર્ટથી નીકળીને સીધા અશોક હોટલ પહોંચ્યા છે. અહીં તેમના માનમાં યોજાયેલો સન્માન સમારોહ શરૂ થઈ ગયો છે. મહિલા હોકી ટીમે કેક કાપીને ઉજવણી કરી. 



ભારતીય મહિલા હોકી ટીમનું પણ સન્માન કરવામાં આવશે. ટીમ હાલ અશોક હોટલ પહોંચી ગઈ છે. 



રવિ દહિયા પણ અશોકા હોટલ ખાતે યોજાયેલા સન્માન સમારોહમાં પહોંચ્યો. 



બ્રોન્ઝ મેડલ વિજેતા બજરંગ પુનિયા અશોકા હોટલ પહોંચ્યો. 



દિપક પુનિયા આ વખતે મેડલથી થોડા છેટે રહી ગયા. તેમણે કહ્યું કે 2024માં વધુ સારી તૈયારી કરીશ અને દેશ માટે મેડલ જીતીશ. મેડલ ચૂકી ગયો તેનું દુખ થયું. પરંતુ હું ખુશ છું કે લોકોએ મને  ખુબ પ્રેમ આપ્યો.



લવલીના બોર્ગોહને બધાનો માન્યો આભાર, કહ્યું મારું હવે પછીનું લક્ષ્ય 2024 પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવાનું છે. 



નીરજ ચોપડાના સ્વાગત માટે ભીડ ઉમટી



ગોલ્ડન બોય નીરજ ચોપડાનું ભવ્ય સ્વાગત



બજરંગ પુનિયાનું શાનદાર સ્વાગત



રવિ દહિયાને આવકારવા માટે ઉત્સુક લોકો



દિલ્હી એરપોર્ટથી અશોકા હોટલ પહોંચશે
ખેલાડીઓ દિલ્હી એરપોર્ટથી સીધા અશોકા હોટલ જશે. અહીં ખેલાડીઓનું સન્માન કરાશે. 


ટોક્યોથી પાછા ફર્યા બાદ ખેલાડીઓની પહેલી તસવીર




દેશનું નામ રોશન કરીને ખેલાડીઓ પાછા ફર્યા
પદક વિજેતા ખેલાડીઓ સ્વદેશ પાછા ફર્યા. દિલ્હી એરપોર્ટ પર આ ઓલિમ્પિક ધુરંધરોનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું. ભારતને આ વખતે ઓલિમ્પિકમાં કુલ 7 મેડલ મળ્યા. જેમાં એક ગોલ્ડ, 2 સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ સામેલ છે. 



ટોક્યોથી દિલ્હી પહોંચ્યા ખેલાડીઓ