નવી દિલ્લીઃ ટોક્યો પેરાલંપિક્સમાં ભારતને અવનિ લેખારાંએ શૂટિંગમાં ગોલ્ડ મેડલ અપાવ્યો છે. આ સાથે જ પેરાલંપિક્સમાં ગોલ્ડલ જીતનારી અવનિ લેખારાં પહેલી ભારતીય મહિલા બની ગઈ છે. અવનિએ પેરાલંપિક્સમાં એક નવો ઈતિહાસ રચી દીધો છે. આ સાથે જ પેરાલંપિકના ઈતિહાસમાં ભારતને પાંચમો ગોલ્ડ મેડલ મળ્યો છે. તો બીજી તરફ આજના જ દિવશે યોગેશ કથુનિયાએ પણ ભારતને ડિસકસ થ્રોમાં સિલ્વર મેડલ અપાવ્યો છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


 





 





ટોક્યો પેરાલમ્પિક્સના ઇતિહાસમાં આ ભારતનો પહેલો ગોલ્ડ મેડલ છે. 19 વર્ષની શૂટર અવની લેખારાંએ 249.6 નો સ્કોર બનાવીને બાજી મારી લીધી અને દેશને ગોલ્ડ મેડલ અપાવ્યો. બીજી તરફ યોગેશ કથુનિયાએ પણ આજના દિવસે ભારતને સિલ્વર મેડલ અપાવ્યો છે. 156 કેટેગરીમાં ભારતને સિલ્વર મેડલ મળ્યો છે. આ વખતે ટોક્યોમાં રમાઈ રહેલાં પેરાલંપિક્સમાં ભારતે 56 ખેલાડીઓને મોકલ્યાં હતાં. ઘણાં ખેલાડીઓ પાસે મેડલની આશા હતી. આજે જન્માષ્ટમીના દિવસે ખુશીના સમાચાર મળ્યાં છે. 


 



 


જન્માષ્ટમીના દિવસે ટોક્યોથી ભારત માટે સવારથી જ સારા સમાચાર આવી રહ્યાં છે. પ્રધાનમંત્રી મોદીએ પણ ટ્વીટ કરીને પેરાલંપિક્સમાં દેશને મેડલ અપાવનારા ખેલાડીઓને શ્રેષ્ઠ પ્રદર્શન બદલ શુભેચ્છાઓ પાઠવી છે. જેવલિંન થ્રો A46 (ભાલા ફેંક) માં ભારત તરફથી દેવેન્દ્ર ઝાઝરિયાએ સિલ્વર મેડલ જ્યારે સુંદરસિંહ ગુજ્જરે બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો છે. પેરાલંપિક્સમાં ટોક્યોમાં સૌથી વધારે મેડલ મેળવીને ભારતે રચી દીધો છે ઈતિહાસ. પેરાલંપિક્સમાં ભારતનું અત્યાર સુધીનું આ સર્વ શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. 
 



 


દેવેન્દ્ર ઝાંઝરિયાએ પેરાલંપિક્સમાં દેશ માટે વર્ષ 2004 માં ગોલ્ડ, 2016માં ગોલ્ડ અને 2020માં સિલ્વર મેડલ હાંસલ કર્યો છે. દેવેન્દ્ર ઝાંઝરિયા પેરાલંપિક્સમાં જોકે, ગોલ્ડની હેટ્રીક ચૂકી ગયા છે. પણ આ સાથે જ તેઓ ભારત માટે ત્રણ ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ખેલાડી બની ગયાં છે.


ઉલ્લેખનીય છેકે, ભારતે પેરાલંપિક્સમાં ગઈકાલે બે સિલ્વર મેડલ મેળવ્યાં હતા. જ્યારે આજે જન્માષ્ટમીના દિવસે ભારતે બીજી 4 મેડલ મેળવી લીધાં છે. આ સાથે ભારતે ટોક્યો પેરાલંપિક્સમાં કુલ 4 મેડલ મેળવીને અત્યાર સુધીનું સર્વ શ્રેષ્ઠ પ્રદર્શન દર્શાવ્યું છે. ટોક્યો પેરાલંપિક્સમાં અત્યાર સુધીમાં ભારતે 1 ગોલ્ડ, 4 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે. 2016 રિયો ઓલંપિક્સમાં ભારતે 4 મેડલ કબજે કર્યાં હતાં. કુલ 56 ખેલાડીઓ ભારતે ટોક્યો પેરાલંપિક્સમાં મોકલ્યાં છે. જેમાંથી 10 મેડલની ભારતને આશા છે.