Tomato Flu: હવે ટોમેટો ફ્લૂનો હાહાકાર, આ રાજ્યમાં 80થી વધુ બાળકો તેના ભરડામાં, જાણો લક્ષણો!
Tomato Flu detected in Kerala: દુનિયાભરમાં હજુ તો કોરોના વાયરસનો પ્રકોપ પૂરેપૂરો શમ્યો નથી ત્યાં તો બીજી નવી નવી બીમારીઓ આવતી જાય છે.
Tomato Flu detected in Kerala: દુનિયાભરમાં હજુ તો કોરોના વાયરસનો પ્રકોપ પૂરેપૂરો શમ્યો નથી ત્યાં તો બીજી નવી નવી બીમારીઓ આવતી જાય છે. દક્ષિણ ભારતીય રાજ્ય કેરળમાં એક નવા વાયરસની ભાળ મળી છે. જેનું નામ છે Tomato Flu. દુર્લભ ગણાતી આ બીમારીએ રાજ્યમાં અત્યાર સુધીમાં 5 વર્ષથી ઓછી ઉમરના 80થી વધુ બાળકોને પોતાના ભરડામાં લીધા છે. સંખ્યા હજુ પણ વધી શકે છે. જેને તાવ આવે તે આ બીમારીનો ટેસ્ટ કરાવી રહ્યા છે.
આખરે આ શું છે Tomato Flu?
ટોમેટો ફ્લૂ એ વળી કઈ બીમારી છે એવું તમારા મનમાં ચોક્કસપણે થતું હશે. આ એક એવો અજાણ્યો તાવ છે જે કેરળ રાજ્યમાં પાંચ વર્ષથી નાની વયના બાળકોમાં જોવા મળી રહ્યો છે. આ ફ્લૂથી સંક્રમિત થયેલા બાળકોના શરીર પર લાલ રંગના છાલા અને ચકામા જોવા મળી રહ્યા છે. લાલ લાલ ચકામા જોવા મળતા હોવાથી તેને ટોમેટો ફ્લૂ કહેવામાં આવી રહ્યો છે. આ બીમારી કેરળના કેટલાક ભાગોમાં જોવા મળી છે પરંતુ સ્વાસ્થ્ય અધિકારીઓએ ચેતવતા કહ્યું છે કે જો ચેપ રોકવાના નહીં આવે તો વાયરસ ફેલાઈ શકે છે.
Tomato Flu ના લક્ષણો
આ બીમારીના મુખ્ય લક્ષણો શરીર પર લાલ લાલ ચકામા, છાલા, ઉપરાંત ચામડીની બળતરા તથા ડિહાઈડ્રેશન છે. જે બાળકોમાં આ વાયરસનો ચેપ લાગ્યો હોય તેને ભારે તાવ, શરીરનું કળતર, સાંધાનો દુ:ખાવો, પેટ ભારે થઈ જવું, જીવ ડોહળાવવો, ઝાડા ઉલ્ટી, ઊધરસ, છીંક તથા નાકનું ગળતર તથા હાથનો રંગ બદલાઈ જવો જેવા લક્ષણો જોવા મળી શકે છે. જો તમારા બાળકમાં આમાંથી કોઈ લક્ષણો જોવા મળે તો તરત ડોક્ટર પાસે લઈ જાઓ. આ ઉપરાંત ધ્યાન રાખો કે સંક્રમિત બાળક તે છાલા કે ચકામાને ખોતરે નહીં. સ્વચ્છતા જાળવવી. ડોક્ટર સમયાંતરે પ્રવાહી લેતા રહેવાની અને આરામ કરવાની પણ સલાહ આપે છે.
Sedition Law: સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, રાજદ્રોહ કાયદા પર લગાવી રોક, નવા કેસ દાખલ નહીં થઈ શકે
લગ્ન મંડપમાં બત્તી ગૂલ અને દુલ્હનો બદલાઈ ગઈ! ચર્ચાના ચગડોળે ચડેલા આ મામલાની જાણો સચ્ચાઈ
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube