વેપારીઓએ ગજબ મગજ દોડાવ્યું, આ ટ્રિક અજમાવીને એકદમ સસ્તા ભાવે વેચી રહ્યા છે ટામેટા
Cheap Tomatoes: સમગ્ર દેશમાં હાલ લોકો ટામેટાની લાલ થઈ રહેલી કિંમતોથી પરેશાન છે. શાકમાર્કેટમાં ટામેટા 120 રૂપિયાથી લઈને 150 રૂપિયે કિલો સુધી વેચાઈ રહ્યા છે. વરસાદ, પૂર અને મોંઘવારી સામે ઝઝૂમી રહેલી જનતાને આ સમાચાર ખુશ કરી દેશે.
સમગ્ર દેશમાં હાલ લોકો ટામેટાની લાલ થઈ રહેલી કિંમતોથી પરેશાન છે. શાકમાર્કેટમાં ટામેટા 120 રૂપિયાથી લઈને 150 રૂપિયે કિલો સુધી વેચાઈ રહ્યા છે. વરસાદ, પૂર અને મોંઘવારી સામે ઝઝૂમી રહેલી જનતાને આ સમાચાર ખુશ કરી દેશે. વાત જાણે એમ છે કે ઉત્તરાખંડના સરહદી જિલ્લા પિથૌરાગઢના ગામડાઓમાં રહેતા લોકો નેપાળથી મળતા ખુબ જ સસ્તા ભાના ટામેટા માટે દોટ લગાવી રહ્યા છે. નેપાળમાં હાલ ટામેટાની કિંમત 25 થી 30 રૂપિયે કિલો છે. આથી સરહદી વિસ્તારોના ગ્રામીણો નેપાળથી ટામેટા ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે. પિથૌરાગઢમાં ગ્રેડિંગ પ્રમાણે ટામેટા 100 રૂપિયાથી 120 રૂપિયે પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે.
નેપાળનો સરહદવી વિસ્તાર ખેતીના મામલે વધુ સંસાધન સંપન્ન છે. અનેક સસ્તી ચીજો માટે ભારતીયોને નેપાળનો આ વિસ્તાર ખુબ ગમે છે. હાલ ભારતમાં ટામેટાના ભાવ આકાશને આંબી રહ્યા છે ત્યારે પિથૌરાગઢ અને ચંપાવત જિલ્લા સાથે જોડાયેલા નેપાળમાં ભાવ સામાન્ય છે. આ જ કારણ છે કે નેપાળના સસ્તા ટામેટા પિથૌરાગઢથી ચંપાવત સુધીના લોકો અને કારોબારીઓને ફાવી રહ્યા છે.
નેપાળમાં ટામેટાની કિંમત
હાલના સમયમાં નેપાળમાં ટામેટા 25 રૂપિયાથી 30 રૂપિયા પ્રતિ કિલો સરળતાથી મળી રહ્યા છે. પિથૌરાગઢ શહેરમાં મંગળવારે ગ્રેડિંગ પ્રમાણે ટામેટા 100થી 120 રૂપિયે કિલો વેચાયા. જિલ્લાના આંતરિયાળ વિસ્તારોમાં મોંઘવારી અને વરસાદને કારે 150 રૂપિયે પ્રતિ કિલો ટામેટા પણ મળવા મુશ્કેલ થઈ રહ્યા છે. જ્યારે નેપાળમાં તેની કિંમત ગ્રેડિંગ પ્રમાણે માત્ર 25થી 35 રૂપિયા પ્રતિ કિલો રહી. સ્થાનિક વેપારીઓના જણાવ્યાં મુજબ આ વખતે નેપાળમાં ટામેટાનો પાક સારો ઉતર્યો છે. આ કારણે ચોમાસાની સીઝનમાં પણ નેપાળમાં ટામેટાના ભાવ સ્થિર રહ્યા છે.
ભારતમાં બમણા ભાવે વેચાય છે નેપાળના ટામેટા
નેપાળ સરહદે આવેલા ભારતીય બજાર ઝૂલાઘાટમાં પણ હાલ બે પ્રકારના ટામેટા મળી રહ્યા છે. ભારતના મેદાની ભાગોથી સપ્લાય થઈને અહીં પહોંચી રહેલા ટામેટાનો ભાવો 120 રૂપિયે પ્રતિ કિલો છે જ્યારે પાડોશી દેશ નેપાળથી આવેલા ટામેટા સરહદી બજારમાં 60 રૂપિયે પ્રતિ કિલો સુધી મળી રહ્યા છે. એક વેપારીએ જણાવ્યું કે હાલ નેપાળના બજારમાં ટામેટાનો ભાવ 25થી 30 રૂપિયા પ્રતિ કિલો છે. અનેક લોકો એવા છે જે નેપાળ ન જઈને ભારતમાં જ ત્યાંના સસ્તા ટામેટા ખરીદી રહ્યા છે. મોટાભાગના ભારતીય વેપારીઓ હાલ નેપાળથી ટામેટા ખરીદીને વેચી રહ્યા છે.
5 રાજ્યોમાં ભારે વરસાદ: 100 લોકોના મોત, હિમાચલમાં ભારે તબાહી, યમુનાનું વિકરાળ સ્વરૂપ
Video: ગટરના પાણીથી શાકભાજી ધોતો પકડાયો લારીવાળો, વીડિયો જોઈને રૂવાડાં ઊભા થઈ જશે
ભારતના આ ગામના પુરૂષો પાસે પ્રેગનેન્ટ થવા માટે આવે છે વિદેશી મહિલાઓ, જાણો તેનું કારણ
રોજ 5 ટન ટામેટાની આયાત
ઝૂલાઘાટ વેપારી સંઘના મહાસચિવ હરી વલ્લભ ભટ્ટના જણાવ્યાં મુજબ નેપાળમાં પહેલા ભારતથી ટામેટા આવતા હતા પંરતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. હાલ ભારતમાં ટામેટાનો ભાવ આકાશે આંબી રહ્યો છે. નેપાળથી હાલ દરરોજ લગભગ 5 ટન ટામેટા ભારતીય બજારોમાં પહોંચી રહ્યા છે. જેમાં ધારચૂલા, બલુવાકોટ, ઝૌલજીબી, ઝૂલાઘાટ, દ્વાલીસેરા, ડ્યૌડા, ટનકપુર, બનબસા ઝૂલાપુલ સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube