Tomato Price Reduced: આ શહેરોના લોકોને સરકારની ભેટ, હવે સસ્તામાં મળશે ટામેટાં, જુઓ લિસ્ટ
Latest Tomato Price: ટામેટાંના ભાવ છેલ્લા કેટલાક સમયથી આસમાન પર છે. તેના કારણે ટામેટાં લોકોની રસોઈમાંથી ગાયબ થઈ ગયા છે.
નવી દિલ્હીઃ ટામેટાંની આસમાને પહોંચેલી કિંમતથી પરેશાન લોકો માટે રાહતના સમાચાર છે. રિટેલ બજારમાં ટામેટાંના ભાવ ઘટવા લાગ્યા છે. હવે સરકારે તે માટે ખાસ વ્યવસ્થા કરી છે. ત્યારબાદ હવે લોકો સસ્તાં ટામેટાં ખરીદી શકશે.
દિલ્હી-એનસીઆરમાં મળી રહ્યો છે લાભ
લોકોને રાહત આપવા માટે કેન્દ્ર સરકારની એજન્સીઓ નાફેડ અને એનસીસીએફ દેશના કેટલાક શહેરોમાં સસ્તા ભાવે ટામેટાં વેચી રહ્યાં છે. ઉપભોક્તા મામલાના સચિવ રોહિત કુમાર સિંહે બુધવારે તે જગ્યાઓનું લિસ્ટ જાહેર કર્યું, જ્યાં કેન્દ્ર સરકાર તરફથી સસ્તા દરે ટામેટાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યાં છે. તેમણે જણાવ્યું કે દિલ્હી, નોઇડા, ગ્રેટર નોઇડા અને ગાઝિયાબાદમાં ઘણા સ્થળો પર સસ્તામાં ટામેટાં ખરીદી શકાય છે.
250 રૂપિયા સુધી પહોંચ્યો ભાવ
સરકારે છેલ્લા કેટલાક દિવસોથી આ સિસ્ટમ શરૂ કરી છે. આ અંતર્ગત મોબાઈલ વાન દ્વારા લોકોને સસ્તા ટામેટાંનો લાભ આપવામાં આવી રહ્યો છે. સરકાર આ સ્થળોએ લોકોને 90 રૂપિયા પ્રતિ કિલોના દરે ટામેટાં આપી રહી હતી. તે સામાન્ય બજાર દર કરતાં ઘણા સસ્તું છે. સામાન્ય છૂટક બજારમાં ટામેટાંનો ભાવ 250 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો હતો.
આ પણ વાંચોઃ હોટલ રૂમ નંબર 204... કાઠમાંડૂની હોટલમાંથી સામે આવ્યા સીમા-સચિનના રાઝ
હવે આટલો થઈ ગયો ભાવ
હવે સરકારે સસ્તા દરે મળી રહેલા ટામેટાંને વધુ સસ્તા કરવાની જાહેરાત કરી છે. તે હેઠળ હવે લોકો માત્ર 70 રૂપિયા કિલોના ભાવમાં ટામેટાંની ખરીદી કરી શકે છે. પાછલા સપ્તાહે શુક્રવારથી બુધવાર 19 જુલાઈ સુધી સરકારે 90 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી ટામેટાં ઉપલબ્ધ કરાવ્યા હતા. ગુરૂવાર 20 જુલાઈથી 70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં ખરીદી શકાય છે.
સેક્રેટરી દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, આ જગ્યા પર સસ્તા ભાવે ટામેટાં મળી રહ્યાં છે.
ફરીદાબાદ: દક્ષિણ કોલેજ સેક્ટર 16A
ગુરુગ્રામ: મહાવીર ચોક અને સોહના ચોક
દિલ્હી: શાલીમાર બાગમાં એયુ બ્લોક, પીતમપુરામાં સિટી પાર્ક અને ડિસ્ટ્રિક્ટ પાર્ક, વજીરપુરમાં કોમ્પ્યુટર માર્કેટ, લોરેન્સ રોડમાં ઈન્ડસ્ટ્રીયલ એરિયા બી બ્લોક, રાણા પ્રતાપ બાગમાં ગુર મંડી, બખ્તાવરપુરમાં બસ સ્ટેન્ડ પાસે, કિંગ્સવે કેમ્પમાં મેટ્રો સ્ટેશન, રોહિણીમાં જાપાનીઝ પાર્ક, દિલ્હી સચિવાલયમાં મુખ્ય દરવાજા પાસે, વિકાસપુરીમાં એચ બ્લોક લાલ માર્કેટ, ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીમાં બ્લોક A, શાહદરામાં બિહારી કોલોની, ન્યૂ અશોક નગરમાં ઈસ્ટ એન્ડ એપાર્ટમેન્ટ/મેટ્રો સ્ટેશન, દ્વારકામાં સેક્ટર 7, રોહિણી 6માં સેક્ટર 7 , માલવિયા નગરમાં ખિરકી, પશ્ચિમ વિહારમાં મૈત્રી એપાર્ટમેન્ટ, નેહરુ પ્લેસમાં વિશાલ ભવન, ઓખલામાં બી-19 ઈન્ડસ્ટ્રીયલ એરિયા, હૌઝ ખાસમાં એનસીયુઆઈ કોમ્પ્લેક્સ
નોઇડા, ગ્રેટર નોઇડા અને ગાઝિયાબાદ: ઇન્દ્રપુરમમાં શિપ્રા મોલ, નોઇડા સેક્ટર 78માં આમ્રપાલી, નોઇડા સેક્ટર 51માં મુખ્ય બજાર, નોઇડા સેક્ટર 17માં ભેલ કોલોની, સેક્ટર 26 નોઇડામાં ક્લબ 26 નજીક, સેક્ટર 6 નોઇડામાં નોઇડા ઓથોરિટી અને સેક્ટર 39 માં નોઈડા સ્ટેડિયમ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube