અહીં 20 રૂપિયે કિલોના ભાવે ટામેટા વેચાયા, ગ્રાહકોમાં ખરીદવા માટે રીતસરની પડાપડી
Tomatoes At 20 Rupees KG: જ્યાં એક બાજુ ટામેટાના ભાવે સદી ફટકારી લીધી છે ત્યાં બીજી બાજુ દેશનો એક ખૂણો એવો પણ છે જ્યાં ટામેટા 20 રૂપિયે કિલો વેચાયા. સાંભળીને તમને નવાઈ લાગશે પરંતુ આ સાચુ છે.
જ્યાં એક બાજુ ટામેટાના ભાવે સદી ફટકારી લીધી છે ત્યાં બીજી બાજુ દેશનો એક ખૂણો એવો પણ છે જ્યાં ટામેટા 20 રૂપિયે કિલો વેચાયા. સાંભળીને તમને નવાઈ લાગશે પરંતુ આ સાચુ છે. તમિલનાડુના કડલોરમાં એક શાકવાળાએ એક દિવસ માટે 20 રૂપિયે કિલો ટામેટા વેચ્યા. દુકાદનદારે પોતાની દુકાનની ચોથી વર્ષગાઠ પર ગ્રાહકો માટે આ ખાસ ઓફર કાઢી હતી.
38 વર્ષના ડી રાજેશ કડલોરના સેલ્લાકુપમમાં શાકભાજી અને ડુંગળીની દુકાન ચલાવે છે. તેમણે જણાવ્યું કે કર્ણાટકના બેંગ્લુરુથી 60 રૂપિયે પ્રતિ કિલો હિસાબે 550 કિલો ટામેટા ખરીદ્યા હતા. જેમાં ટ્રાન્સપોર્ટેશન ચાર્જ પણ સામેલ હતો. ત્યારબાદ તેને જરૂરિયાતવાળાઓને 20 રૂપિયે કિલોના ભાવે વેચ્યા જેનાથી તેમને પ્રતિ કિલો 40 રૂપિયાની ખોટ ઉઠાવવી પડી.
આ શરત પણ હતી સામેલ
શાકભાજી વેપારીએ જણાવ્યું કે જો કે આ માટે એક શરત પણ હતી. દરેક વ્યક્તિ માત્ર એક કિલો ટામેટા જ ખરીદી શકતો હતો કારણ કે હું ઈચ્છતો હતો કે વધુમાં વધુ લોકોને આ છૂટનો ફાયદો મળે. બધો સ્ટોક ગણતરીની મિનિટોમાં વેચાઈ ગયો. તેમણે જણાવ્યું કે મે શનિવારે 48 રૂપિયા પ્રતિ કિલો ટામેટા વેચ્યા અને એકવાર ફરીથી તેજી સાથે 280 કિલો ટામેટા વેચાઈ ગયા.
ચેન્નાઈમાં 130 રૂપિયે કિલો ટામેટા
ચેન્નાઈમાં ટામેટાનો ભાવ 100થી લઈને 130 રૂપિયે પ્રતિ કિલો સુધી પહોંચ્યા છે. ગત મહિને રાજ્ય સરકારે તમામ શાકભાજી સબસીડાઈઝ ભાવમાં વેચવાનો નિર્ણય લીધો. આ દરમિયાન રાશનની દુકાનો પર 68 રૂપિયે પ્રતિ કિલોના ભાવે શાકભાજી વેચાયા.
કયા રંગને જોઈને કૂતરું ગુસ્સે ભરાય છે? શું તમને ખબર છે...ખાસ જાણો
25 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી, અત્યાર સુધીમાં 23 લોકોના મોત, શાળા-કોલેજો બંધ
દિલ્હીમાં ગુજરાતના આ કાયદાને લાગૂ કરવાની થઈ રહી છે તૈયારીઓ, પોલીસને મળશે વધુ તાકાત
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube