કાલે નક્કી થશે નિર્ભયાના દોષીતોની ફાંસીની તારીખ, કોર્ટ ચોથીવાર જાહેર કરશે ડેથ વોરંટ
આ પહેલા નિર્ભયાના દોષી પવનની દયા અરજી રાષ્ટ્રપતિએ આજે નકારી દીધી છે.
નવી દિલ્હીઃ નિર્ભયાના દોષીતોની ફાંસીની તારીખ અને સમય કાલ એટલે કે ગુરૂવાર (5 માર્ચ)એ નક્કી થઈ જશે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ગુરૂવારે તિહાડ જેલ પ્રશાસનની નવું ડેથ વોરંટ જાહેર કરવાની અરજી પર સુનાવણી કરતા દોષીતોને નોટિસ ફટકારી દીધી છે. હવે ગુરૂવારે બપોરે 2 કલાકે કોર્ટમાં સુનાવણી થશે અને હવે જે ડેથ વોરંટ જારી થશે તે અંતિમ હશે.
આ પહેલા આજે નિર્ભયા મામલામાં દોષી પવનની દયા અરજી રાષ્ટ્રપતિએ નકારી દીધી હતી. આ પહેલા સોમવારે સુપ્રીમ કોર્ટથી પવનની ક્યૂરેટિવ પિટિશન પણ રદ્દ થઈ છે. આ સાથે મામલાના ચારેય દોષીતોની અપીલ, પુનર્વિચાર અરજી, ક્યૂરેટિવ પિટિશન અને દયા અરજીનો ઉકેલ આવી ગયો છે. એટલે કે ચારેય દોષીતોના તમામ કાયદાકીય અધિકારનો ઉપયોગ થઈ ચુક્યો છે.
નિર્ભયા કેસ: પવનની દયા અરજી રાષ્ટ્રપતિએ ફગાવી, તમામ દોષિતો માટે હવે બચવાના રસ્તા બંધ
પટિયાલા હાઉસ ટ્રાયલ કોર્ટે 17 ફેબ્રુઆરીએ ચારેય દોષીતો મુકેશ કુમાર સિંહ, પવન, વિનય અને અક્ષય કુમાર વિરુદ્ધ 3 માર્ચે ફાંસી પર લટલાવવા માટે ડેથ વોરંટ જારી કરવામાં આવ્યું હતું પરંતુ પવનની દયા અરજી રાષ્ટ્રપતિની પાસે પેન્ડિંગ હોવાને કારણે ટ્રાયલ કોર્ટે ડેથ વોરંટ રદ્દ કરવું પડ્યું હતું. હવે ટ્રાયલ કોર્ટ 14 દિવસ બાદની તારીખનું નવું ડેથ વોરંટ જારી કરશે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube