જયપુરઃ રાજસ્થાનના પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી અને કોંગ્રેસ વર્કિંગ સમિતિના સભ્ય સચિન પાયલટ પત્ની સારા પાયલટથી અલગ થઈ ગયા છે. સચિન પાયલટ અને સારા પાયલટ વચ્ચે છુટાછેડા થઈ ચુક્યા છે. પાટલટના ચૂંટણી એફિડેવિટમાં તેનો ખુલાસો થયો છે. ટોંક વિધાનસભા સીટથી કોંગ્રેસના ઉમેદવારના રૂપમાં ઉમેદવારી કર્યાં બાદ આપેલા એફિડેવિટમાં પત્નીના નામની આગળ સચિન પાયલટે ડિવોર્સી લખ્યું છે. સચિન પાયલટે જાન્યુઆરી 2004માં સારા પાયલટ સાથે લગ્ન કર્યા હતા. સારા જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ અને નેશનલ કોન્ફરન્સના વરિષ્ઠ નેતા ફારૂક અબ્દુલ્લાની પુત્રી અને ઉમર અબ્દુલ્લાની બહેન છે. પરંતુ સચિન પાયલટના સ્ટાફે આ સમાચાર પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. પાયલટના સ્ટાફનું કહેવું છે કે આ વાત તેની જાણકારીમાં નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રથમવાર સામે આવી ડિવોર્સની જાણકારી
ચૂંટણી એફિડેવિટ અનુસાર રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ હવે પત્ની સારા પાયલટથી અલગ થઈ ચુક્યા છે. સચિન પાયલટ અને સારા પાયલટ વચ્ચે ડિવોર્સ થઈ ગયા છે. પાયલટના ચૂંટણી એફિડેવિટથી તેનો ખુલાસો થયો છે. તેમણે ટોંક વિધાનસભા સીટથી કોંગ્રેસ ઉમેદવારના રૂપમાં ઉમેદવારી પત્રમાં આપેલી જાણકારીમાં પત્નીના નામની આગળ ડિવોર્સી લખ્યું છે. નોંધનીય છે કે સચિન પાયલટ અને સારા વચ્ચે છુટાછેડાની જાણકારી પ્રથમવાર સામે આવી છે. સચિન પાયલટને બે પુત્ર છે. સચિન પાયલટે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાની પુત્રી સારા અબ્દુલ્લા સાથે લગ્ન કર્યા હતા. 


ફોટો જોઇ લીધો તો ગળે નહી ઉતરે પનીર! સોશિયલ મીડિયા પર વાયરલ થઇ તસવીર


પાયલટ અને સારાએ 2004માં કર્યા હતા લગ્ન
સચિન પાયલટે જાન્યુઆરી 2004માં સારા સાથે લગ્ન કર્યા હતા. સારા જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ અને નેશનલ કોન્ફરન્સના વરિષ્ઠ નેતા ફારૂક અબ્દુલ્લાની પુત્રી અને ઉમર અબ્દુલ્લાની બહેન છે. સચિન પાયલટે વર્ષ 2018માં જ્યારે નાયબ મુખ્યમંત્રી પદે શપથ લીધા હતા તો શપથ ગ્રહણ સમારોહમાં સારા પાયલટ, બંને પુત્રો અને ફારૂક અબ્દુલ્લા પણ સામેલ થયા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube