નવી દિલ્હીઃ કિસાન આંદોલન (Kisan andolan) સાથે જોડાયેલા ટૂલકિટ કેસ (toolkit case) માં સોમવારે દિશા રવિને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે કોર્ટને દિશા રવિ (Disha rav) ના પાંચ દિવસના રિમાન્ડ વધારવાની માંગ કરી હતી. પટિયાલા હાઉસ કોર્ટે દિલ્હી પોલીસની અરજી પર દિશા રવિને એક દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલી દીધી છે. દિશા રવિની અન્ય આરોપીઓની સામે પૂછપરછ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિશા રવિએ શાંતનુ-નિકિતા પર લગાવ્યા આરોપ
સોમવારે દિશાના વકીલે કોર્ટમાં કહ્યું કે, મોબાઇલમાં જે જાણકારી હતી. તે પોલીસની પાસે પણ છે. તેથી અમે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. તો દિલ્હી પોલીસે કોર્ટમાં જણાવ્યું કે, દિશા રવિએ બધા આરોપ શાંતનુ-નિકિતા પર નાખ્યા છે, તેવામાં તે ત્રણેયને સામે બેસાડી પૂછપરછ કરવા ઈચ્છે છે. દિલ્હી પોલીસ (Delhi police) તરફથી કોર્ટમાં ઝૂમ મીટિંગની જાણકારી આપવામાં આવી, જેનો સંબંધ ટૂલકિટ બનાવવા અને આગળ વધારવા સાથે છે. 


આ પણ વાંચોઃ PM Modi In Bengal:  હુગલીમાં બોલ્યા પીએમ- બંગાળને 'ટોલા મુક્ત' અને 'રોજગાર યુક્ત' બનાવશું  


મહત્વનું છે કે સોમવારે ટૂલકિટ કેસમાં આરોપી નિકિતા જૈકબ અને શાંતનુ સાઇબર સેલ પહોંચ્યા છે. નિકિતા જૈકબ અને શાંતનુને દિલ્હી પોલીસે પૂછપરછ માટે બોલાવ્યા ચે. પોલીસે કોર્ટને જણાવ્યું કે, દિશા રવિની નિકિતા જૈકબ અને શાંતનુની સામે બેસાડીને પૂછપરછ કરવી છે. 


શું છે દિલ્હી પોલીસનો દાવો
તમને જણાવી દઈએ કે પર્યાવરણ એક્ટિવિસ્ટ દિશા રવિને કિસાન આંદોલન (Kisan andolan) દરમિયાન હિંસા ભડકાવવા માટે ટૂલકિટ બનાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસનો દાવો છે કે તેની પાછળ ખાલિસ્તાન સાથે જોડાયેલા સંગઠનોનું ષડયંત્ર છે. પોલીસે જણાવ્યું કે, 17 અને 18 જાન્યુઆરીએ ઝૂમ મીટિંગ કરવામાં આવી અને 23ના ટૂલકિટ તૈયાર થઈ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube