મુંબઈઃ ટૂલકિટ મામલામાં દિશા રવિની ધરપકડ બાદ દિલ્હી પોલીસ હવે નિકિતા જૈકબ (Nikita Jacob) અને શાંતનુ (Shantanu) ને શોધી રહી છે. આ વચ્ચે મામલામાં આરોપી શાંતનુએ બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court) ઔરંગાબાદ બેંચમાં અરજી દાખલ કરી આગોતરા જામીન માંગ્યા છે. શાંતનુના વકીલ સતીજ જાધવે જણાવ્યુ કે, આગોરતા જામીન પર કાલ એટલે કે મંગળવારે સુનાવણી થશે. 


હકીકતમાં દિલ્હીની એક કોર્ટમાં નિકિતા જૈકબ અને શાંતનુ બન્ને વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે, જેના આધાર પર કોર્ટે આ બન્ને વિરુદ્ધ બિન-જામીનપાત્ર વોરન્ટ જારી કર્યું છે. ટૂલકિટ કેસ (Toolkit Case) માં બેંગલુરૂની પર્યાવરણ કાર્યકર્તા દિશા રવિની ધરપકડ થઈ ચુકી છે અને કોર્ટે તેને પોલીસ કસ્ટડીમાં મોકલી આપી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube