તમે અત્યાર સુધી દુનિયાના સૌથી અમીર દેશ કે સૌથી અમીર શહેર વિશે સાંભળ્યું શે પરંતુ ક્યારેય ભારતના અમીર શહેરો વિશે જાણ્યું છે ખરા? ભારતના એવા કયા શહેરો છે જ્યાં સૌથી વધુ અમીરો રહે છે. તમને જણાવી દઈએ કે દેશના અનેક એવા શહેર છે જેને રિચ રેસિડેન્ટ તરીકે આળખવામાં આવે છે. હુરુનની રિચ રેસિડેન્ટ લિસ્ટ મુજબ તેમાં 21 શહેર જોડવામાં આવ્યા છે. જેમાં તેલંગણાના રંગા રેડ્ડી, છત્તીસગઢનું રાજનંદ ગામ અને યુપીના ગાઝિયાબાદ જેવા શહેરોની સાથે બીજા પણ અનેક શહેરો સામેલ છે. જાણો ભારતના એવા કયા 8 શહેરો છે જ્યાં ધનિકો રહેવાનું પસંદ કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઈ
મુંબઈ 328 અમીરોની યાદીવાળી એન્ટીટીસ સાથે લિસ્ટમાં સૌથી ટોપ પર છે. જેમાં શહેરના સૌથી વધુ ધનિક મુકેશ અંબાણી અને તેમનો પરિવાર પણ સામેલ છે. 2019થી 45 સંસ્થાઓની વૃદ્ધિ શહેરની સમૃદ્ધ સંપત્તિ પણ જણાવે છે. 


નવી દિલ્હી
199 સંસ્થાઓ સાથે નવી દિલ્હી બીજા નંબરે છે. દિલ્હીમાં સૌથી અમીરોની યાદીમાં શિવ નાદર અને તેમનો પરિવાર ટોપ પર છે. દેશનું કેપિટલ પણ છે. 


બેંગ્લુરુ
બેંગ્લુરુ 100 સંસ્થાઓ સાથે ત્રીજુ સ્થાન ધરાવે છે. શહેરનું ટેક હબ સ્ટેટસ તેની વધતી સંપત્તિમાં મહત્વનું યોગદાન આપે છે. 


હૈદરાબાદ
87 સંસ્થાઓ સાથે હૈદરાબાદ ચોથા સ્થાને આવે છે. ભારતની આર્થિક સ્થિતિમાં પણ આ શહેરનું મોટું યોગદાન છે. 


ચેન્નાઈ
ચેન્નાઈ 67 એન્ટીટીસ સાથે આ યાદીમાં પાંચમા નંબરે છે. 2019થી તેમાં 16 એન્ટીટીસનો વધારો થયો છે. રાધા વેમ્બુ ચેન્નાઈના સૌથી ધની વ્યક્તિ તરીકે ઉભરી આવ્યા છે. શહેરની આર્થિક પ્રગતિ ધીરે ધીરે વધી રહી છે. 


અમદાવાદ
અમદાવાદ 55 એન્ટીટીસ સાથે છઠ્ઠા સ્થાને છે. જેમાં 2019થી 10નો વધારો થયો છે. જેના કારણે તે છઠ્ઠા નંબરે આવ્યું છે. ગૌતમ અદાણી અને તેમનો પરિવાર અમદાવાદમાં સૌથી વધુ ધની છે. જે શહેરની આર્થિક સ્થિતિને દર્શાવે છે. 


કોલકાતા
કોલકાતાએ 51 એન્ટીટીસ સાથે સાતમું સ્થાન મેળવ્યું છે. જેમાં 2019થી 14 એન્ટીટીસનો વધારો થયો છે. બેનુ ગોપાલ બાંગુર એન્ડ ફેમિલી કોલકાતામાં વેલ્થ ચાર્ટમાં સૌથી આગળ છે. શહેરનું ફાઈનાન્શિયલ સ્ટેટસ પણ સતત વિક્સિત થઈ રહ્યું છે. 


ગુરુગ્રામ
ગુરુગ્રામ આ યાદીમાં દસમાં નંબરે છે. નિર્મલ કુમાર મિંડા એન્ડ ફેમિલી ગુરુગ્રામમાં વેલ્થ ચાર્ટમાં સૌથી આગળ છે. શહેરનું ઈકોનોમિક લેન્ડસ્કેપ ભારતની સમૃદ્ધિમાં એક પ્લેયર બનેલું છે.