ભારતના 8 ધનિક રાજ્યો, જ્યાં પૈસાની ઉડે છે છોળો, જાણો ગુજરાત ટોપ 8માં કયા નંબરે આવે છે
Top 8 Richest State: ભારતમાં દરેક મામલે વિવિધતા જોવા મળે છે. કેટલાક રાજ્યો અમીર છે જ્યારે કેટલાક ગરીબ છે. વર્ષ 2021-22માં GSDP ગણતરી મુજબ અહીં અમે તમને દેશના 10 સૌથી અમીર રાજ્યો વિશે જણાવીશું.
ભારતમાં દરેક મામલે વિવિધતા જોવા મળે છે. કેટલાક રાજ્યો અમીર છે જ્યારે કેટલાક ગરીબ છે. વર્ષ 2021-22માં GSDP ગણતરી મુજબ અહીં અમે તમને દેશના 10 સૌથી અમીર રાજ્યો વિશે જણાવીશું.
મહારાષ્ટ્ર
400 બિલિયન અમેરિકી ડોલર GSDP સાથે મહારાષ્ટ્ર ભારતનું સૌથી અમીર રાજ્ય છે. રાજ્યની રાજધાની મુંબઈને દેશની આર્થિક રાજધાની પણ કહેવાય છે. તે દેશનું ત્રીજુ સૌથી વધુ શહેરી વસ્તીવાળું રાજ્ય છે. જ્યાં 45 ટકા વસ્તી શહેરોમાં રહે છે. ભારતના સૌથી અમીર રાજ્યોની સૂચિમાં મહારાષ્ટ્ર ટોચ પર છે.
તમિલનાડુ
ભારતનું બીજું સૌથી ધનિક રાજ્ય છે. તેની જીએસડીપી 19.43 ટ્રિલિયન (265.49 બિલિયન અમેરિકી ડોલર) છે. રાજ્યની 50 ટકાથી વધુ વસ્તી શહેરોમાં રહે છે. તે સમગ્ર દેશની શહેરી વસ્તીના 9.6 ટકા છે.
ગુજરાત
Groundreport ના રિપોર્ટ મુજબ ગુજરાત 259.25 બિલિયન અમેરિકી ડોલર જીએસડીપીની સાથે દેશના અમીર રાજ્યોમાં આવે છે. ગુજરાત તમાકુ, સૂતરાઉ કપડાં, અને બદામનું પ્રમુખ ઉત્પાદક છે. ભારતમાં બનનારી કુલ દવાઓમાંથી એક તૃતિયાંશ ભાગ ગુજરાતમાં બને છે.
કર્ણાટક
યાદીમાં પછી નંબર આવે છે કર્ણાટકનો. 247.38 બિલિયન અમેરિકી ડોલર જીએસડીપી સાથે કર્ણાટક ભારતના અમીર રાજ્યોમાં ટોપ 10માં આવે છે.
ઉત્તર પ્રદેશ
234.96 બિલિયન અમેરિકી ડોલર જીએસડીપી સાથે ઉત્તર પ્રદેશ પણ ભારતના સૌથી અમીર રાજ્યોમાં સામેલ છે. ઉત્તર પ્રદેશના અનેક શહેર જેમ કે નોઈડા, અને ગાઝિયાબાદ ઝડપથી વિક્સિત થયા છે. અહીં અનેક કંપનીઓએ પોતાની શાખાઓ પણ ખોલી છે.
પશ્ચિમ બંગાળ
પશ્ચિમ બંગાળ પોતાની 206.64 બિલિયન અમેરિકી ડોલર જીએસડીપીની સાથે એક મજબૂત રાજ્યની ભૂમિકા ભજવે છે. રાજ્યની અર્થવ્યવસ્થા મુખ્યત્વે કૃષિ અને મધ્યમ ઉદ્યોગો પર આધારિત છે.
રાજસ્થાન
2020-21 માં રાજસ્થાનની જીએસડીપી 11.98 ટ્રિલિયન (161.37 બિલિયન અમેરિકી ડોલર) રહી. આ એક ખનિજ સમૃદ્ધ રાજ્ય છે. અહીંની અર્થવ્યવસ્થા કૃષિ, ખનન અને પર્યટન પર આધારિત છે. રાજ્યમાં સોનું, ચાંદી, બલુઆ પથ્થર, ચૂનો પથ્થર, સંગેમરમર, રોક ફોસ્ફેટ, તાંબુ અને લિગ્નાઈટના ભંડાર છે. તે ભારતનું બીજુ સૌથી મોટું સીમેન્ટ ઉત્પાદક રાજ્ય પણ છે.
તેલંગણા
જીએસડીપી 157.35 બિલિયન અમેરિકી ડોલર છે. બે પ્રમુખ નદીઓ કૃષ્ણા અને ગોદાવરીના કારણે અહીં મોટા હિસ્સામાં સિંચાઈની સારી સુવિધા છે. પ્રદેશમાં હવે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને બાયોટેક્નોલોજી પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેલંગણા ભારતના ટોચના આઈટી નિકાસકાર રાજ્યોમાંથી એક છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube