નવી દિલ્હી : ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શનનાં મોરચે મોદી સરકારને એકવાર ફરીથી મોટો ઝટકો લાગ્યો છે. ઓગષ્ટ મહિનામાં જીએસટી કલેક્શન ફરી 1 લાખ કરોડ રૂપિયાથી નીચે રહ્યું. મહેસુલ વિભાગ (Department of Revenue) દ્વારા બહાર પડાયેલા આંકડાઓ અનુસાર ઓગષ્ટમાં કુલ 98,203 કરોડ રૂપિયાનું જીએસટી કલેક્શન થયું છે. મહેસુલ વિભાગના અનુસાર જીએસટી દ્વારા ઓગષ્ટમાં કુલ 98,203 કરોડ રૂપિયા મળે છે, જેમાં 24 હજાર કરોડ રૂપિયાથી વધારેની રકમ માત્ર ઇમ્પોર્ટ થકી જ મળે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાશ્મીર મુદ્દે પાકિસ્તાન ફરી માલદીવમાં વિશ્વ સમક્ષ ભોંઠુ પડ્યું, ઓમ બિરલાએ ઝાટકણી કાઢી
જીએસટીમાંકેન્દ્ર અને રાજ્ય બંન્નેનો હિસ્સો
આંકડાઓ અનુસાર કુલ જીએસટી કલેક્શન 98,203 કરોડ રૂપિયામાં કેન્દ્ર અને રાજ્ય બંન્નેનો હિસ્સો છે. 98 હજાર કરોડમાંથી 17,733 કરોડથી વધારેની રકમ કેન્દ્ર સરકારની છે, જ્યારે 24,239 કરોડ રૂપિયાની રકમ રાજ્યોને મળી છે, જ્યારે 48,958 કરોડ રૂપિયા આઇજીએસટીથી મળ્યા છે. બીજી તરફ મહેસુલ વિભાગના અનુસાર જુલાઇથી 31 ઓગષ્ટ 2019 સુધી કુલ 75.80 લાખ લોકોએ જીએસટીઆર 3બી હેઠળ રિટર્ન ભર્યું છે. જેમાંકેન્દ્ર સરકારને આશરે 40 હજાર કરોડ રૂપિયાની મહેસુલ મળી છે. 


VIDEO: અણુ હુમલાની ધમકી આપનાર પાકિસ્તાનની પોલીસ સાયકલમાં કરે છે પેટ્રોલિંગ
કેરળના રાજ્યપાલ બનવા અંગે આરિફ મોહમ્મદે કહ્યું, સૌભાગ્યશાળી છું કે...
ગત્ત ઓગષ્ટની તુલનાએ 4.51 % નો વધારો
અત્રે ઉલ્લેખનીય છે કે, વસ્તુઓ અને સેવા પર લાગનારા  કરના બે હિસ્સા થાય છે, જેમાં એક હિસ્સો કેન્દ્ર અને બીજો રાજ્ય સરકાર પાસે જાય છે. આ અગાઉ ગત વર્ષે ઓગષ્ટ મહિનામાં કુલ 93,960 ખરોડ રૂપિયાનું જીએસટી કલેક્શન થયું હતું. ગત્ત વર્ષના ઓગષ્ટ મહિનાની તુલનાએ આ વર્ષે જીએસટી કલેક્શનમાં 4.51 ટકાનો વધારો નોંધાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જુલાઇ 2019માં આ રકમ 1,02,083 કરોડ રૂપિયા રહી હતી. જુનમાં આ રકમ 99,939 કરોડ રૂપિયા રહી હતી. આ પ્રકારે જુન અને જુલાઇની તુલનામાં ઓગષ્ટમાં ઘટાડો આવ્યો છે.


નાણા મંત્રીનો મંદીનો ઇન્કાર: ઉદ્યોગ જગતની સમસ્યાઓ પર સરકારનું ધ્યાન
જીડીપીના મોર્ચે મોટો ઝટકો
ઉલ્લેખનીય છે કે, આર્થિક મોરચા પર મોદી સરકારને જીએસટીના પહેલા જીડીપીનો ઝટકો લાગ્યો. દેશના વિકાસ દરમાં ઘટાડો થયો છે. પહેલા ત્રિમાસીક (એપ્રીલ-જુન) માં વિકાસ દર 5.8 ટકાથી ઘટીડને 5 ટકા થઇ ચુક્યું છે. જો વાર્ષિક આધાર પર તુલના કરવામાં આવે તો ાશરે 3 ટકાનો ઘટાડો આવ્યો છે. એક વર્ષ પહેલા આ જ ગાળામાં જીડીપીનો દર 8 ટકા હતો.