નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Corona Virus) ના ઝડપથી ફેલાતા વિદેશી ખતરનાક સ્ટ્રેનના નવા કેસ સતત વધી રહ્યાં છે. સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું કે, દેશમાં અત્યાર સુધી બ્રિટન, સાઉથ આફ્રિકા અને બ્રાઝીલના 795 સ્ટ્રેન મળ્યા છે. મહત્વનું છે કે દેશમાં કોરોનાની વધુ એક લહેર વચ્ચે વિદેશી કોરોના સ્ટ્રેને સરકારની ચિંતામાં વધારો કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 40 હજાર 715 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 199 લોકોના મૃત્યુ થયા છે. સૌથી વધુ કેસ ત્રણ રાજ્યોમાં છે જ્યાં વાયરસના એક્ટિવ કેસ આશરે 75 ટકા છે અને આ રાજ્ય છે મહારાષ્ટ્ર, પંજાબ અને કેરલ.


Corona: શું ફરી લૉકડાઉન પર વિચાર કરી રહી છે મોદી સરકાર? જાવડેકરે આપ્યો આ જવાબ


છેલ્લા 24 કલાકમાં 199 લોકોના કોરોના સંક્રમણને કારણે મૃત્યુ થયા છે, જેમાં 80 ટકા મોત 6 રાજ્યોમાં છે. આ રાજ્ય છે મહારાષ્ટ્ર, પંજાબ, કેરલ, છત્તીસગઢ, તમિલનાડુ અને કર્ણાટક. મહારાષ્ટ્ર અને પંજાબમાં સૌથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્રમાં 58, પંજાબમાં 58, કેરલમાં 12, છત્તીસગઢમાં 12, તમિલનાડુમાં 10 અને કર્ણાટકમાં 10 લોકોના મૃત્યુ થયા છે.


જો એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો દેશમાં 3,45,377 કેલ છે. જેમાં 75 ટકા એક્ટિવ કેસ માત્ર ત્રણ રાજ્ય મહારાષ્ટ્ર, કેરલ અને પંજાબમાં છે. માત્ર મહારાષ્ટ્રમાં દેશના કુલ એક્ટિવ કેસના 62.71% છે. તો કેરલમાં 7.06% અને પંજાબમાં 5.39 ટકા છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube