દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 73 પર પહોંચી, જાણો ક્યાં રાજ્યમાં કોવિડ-19ના કેટલા દર્દી
દેશમાં કોરોના વાયરસના મામલાની સંખ્યા વધીને 73 પર પહોંચી ગઈ છે. કેન્દ્ર સરકારે રાજ્યવાર આંકડા જારી કરી આ બીમારીની તાજી માહિતી શેર કરી છે. કુલ 73 દર્દીઓમાં 17 વિદેશી લોકો છે.
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના મામલાની સંખ્યા વધીને 73 પર પહોંચી ગઈ છે. ગુરૂવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને લોકસભામાં આ વિશે જાણકારી આપી હતી. કેન્દ્ર સરકાર સતત દરેક રાજ્ય સરકારના સંપર્કમાં છે અને દરરોજ વિસ્તૃત રિપોર્ટની આપ-લે કરી રહી છે. આ સિવાય ભારત સરકાર તરફથી વિદેશમાં ભારતીયોને લાવવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.
ડો. હર્ષવર્ધને કહ્યું કે, સરકાર તરફથી 30-40 હજાર લોકો પર નજર રાખવામાં આવી રહી છે. કેરલમાં જ્યારે શરૂઆતી ત્રણ કેસ આવ્યા, ત્યારથી અમે રાજ્ય સરકારના સંપર્કમાં છીએ. દરેક રાજ્ય સાંજે સંપૂર્ણ જાણકારી કેન્દ્ર સાથે શેર કરે છે.
લોકસભામાં મંત્રીએ જાણકારી આપી કે અમે વિદેશથી આવેલા લોકો પર નજર રાખી રહ્યાં છીએ. સ્ક્રીનિંકમાં કોઈ પ્રકારની મુશ્કેલી નથી. 17 જાન્યુઆરીથી દિલ્હી-મુંબઈ-બેંગલુરૂ-કોચી- જેવા એરપોર્ટ પર સ્ક્રીનિંગ શરૂ થયું હતું, પરંતુ હવે 30 એરપોર્ટ પર તપાસ થઈ રહી છે.
ડો. હર્ષવર્ધને કહ્યું કે, કોરોના વાયરસનો ટેસ્ટ સામાન્ય લેબમાં ન થઈ શકે, જેથી દેશના ઘણા ભાગમાં 51 લેબ બનાવવામાં આવી છે. આ સિવાય 56 જગ્યા પર કલેક્શન સેન્ટર છે. સરકારે એક લેબ અને વૈજ્ઞાનિકોને ઈરાન પણ મોકલ્યા છે, હજુ તેમાં કસ્ટમની સમસ્યા છે.
ઘણા દેશોમાં હજુ પણ ફસાયેલા ભારતીય લોકોના સમાચાર પર ડો. હર્ષવર્ધને કહ્યું કે, ચીનથી અમે 645 લોકો પરત લાવ્યા છીએ, 7 માલદીપના લોકોને પણ અમે પરત લાવ્યા. જાપાનની શિપથી પણ લોકોને પરત લાવવામાં આવ્યા, અને ઈરાનથી પણ લોકોને પરત લાવવાવમાં આવી રહ્યાં છે. ઇટાલીમાં પણ ઈરાન વાળી પ્રક્રિયાથી લોકોને પરત લાવવામાં આવી રહ્યાં છે.
સ્વાસ્થ્ય મંત્રી પહેલા વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ ગૃહમાં કોરોના વાયરસને લઈને જાણકારી આપી હતી. વિદેશ પ્રધાન પ્રમાણે, હજુ ઈરાનમાં 6000 ભારતીયો ફસાયેલા છે, તેમાંથી 1100 લોકો મહારાષ્ટ્ર-જમ્મૂ કાશ્મીરથી યાત્રા પર ગયા હતા.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube