નવી દિલ્હીઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જારી કરેલા લેટેસ્ટ આંકડા પ્રમાણે દેશમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા 606 પર પહોંચી ગઈ છે. અત્યાર સુધી કુલ 10 લોકોના મોત થયા છે. આજે વધુ બે લોકોના મોત થયા છે. સવારે તમિલનાડુના મદુરૈમાં 54 વર્ષના દર્દીનું સારવાર દરમિયાન મોત થયું અને સાંજે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં એક 65 વર્ષની મહિલાનું મોત થયું છે. તો ગુજરાતમાં કોરોના વાયરસથી પીડિત લોકોની સંખ્યા 39 પર પહોંચી ગઈ છે. બુધવારે સંક્રમણના 62 નવા કેસ સામે આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિઝોરમમાં નેધરલેન્ડથી પરત ફરેલા એક પાદરીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ મિઝોરમમાં સંક્રમણનો પ્રથમ અને પૂર્વોત્તરનો બીજો કેસ છે. આ સાથે દેશમાં કોરોનાનું સંકમ્રણ 25 રાજ્યોમાં પહોંચી ગયું છે. કેન્દ્ર સરકાર પ્રમાણે દેશમાં 553 સંક્રમિતોની સારવાર ચાલી રહી છે અને 42 લોકો સ્વસ્થ થઈને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો ભારતના વધુ સમાચાર