નવી દિલ્હી : સમગ્ર વિશ્વમાં હાલ ટ્રેડ વોરની સમસ્યા સામે જઝુમી રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનીસંરક્ષણવાદી નીતિઓ અને ટ્રેડ ટેરિફને કથિત રીતે હથિયાર બનાવવાનાં પ્રયાસોએ વિશ્વનાં મોટા દેશોની વચ્ચે જાહેર નહી થયેલ ટ્રેડવોર જોનમાં લાવીને ઉભા કરી દીધા છે. તેનાંથી વૈશ્વિક બજારની સ્થિરતા પણ ખતરામાં પડી ગયા છે. અમેરિકા દ્વારા ચીનથી આયાત પર ટ્રેડ ટેરિફ વધારવા અંગે પહેલા ચીને વળતો હૂમલો કર્યો. ત્યાર બાદ યૂરોપિય યુનિયનની સાથે સાથે ભારત અને તુર્કી પણ આ લડાઇમાં ઉતરી ચુક્યું છે. ભારતે અમેરિકાથી આવનારા 29 ઉત્પાદનો પર સીમા શુલ્ક વધારી દીધું છે. હવે તુર્કી પણ અમેરિકા સાથે આયાતીત વસ્તુઓ પર 267 મિલિયન ડોલર મુલ્યની આયાત શુલ્ક લગાવવા જઇ રહ્યા છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે આ ટ્રેડવોરે વૈશ્વિક કંપનીઓની વચ્ચે ભરોસો ઘટાડ્યો છે અને વૈશ્વિક અર્થવ્યવસ્થા ખતરામાં છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ ગત્ત અઠવાડીયે ચીનનાં 50 અબજ ડોલરના સામાન પર શુલ્ક લગાવી દીધો છે. જેનાં જવાબમાં ચીને પણ અમેરિકાનાં 50 અબજ ડોલરનાં 659 ઉત્પાદનો પર શુલ્ક લગાવી દીધી છે. ટ્રમ્પે ચીનને પરોક્ષ રીતે ધમકીઓ આપી હતી કે તે 200 અબજ ડોલરનાં વધારાનાં ચીની સામાન પર શુલ્ક લગાવશે. હવે ચીનની આ ધમકી પર વળતો હૂમલો કર્યો છે. ચીનનાં વાણીક્યક મંત્રાલયે કહ્યું કે, તેમનો દેશ તેના માટે તૈયાર થાય અને જો તેવું થશે તો ચીન પણ તેનાં જવાબમાં પગલા ઉઠાવશે. 

વૈશ્વિક સ્તર પર ટ્રેડ વોરની સ્થિતી વધારે ખરાબ થઇ રહી છે. જ્યાં અમેરિકાનાં ગણા ઉત્પાદનોનાં ટ્રેડ પર શુલ્ક વધાર્યા બાદ ચીન સતત અમેરિકન ઉત્પાદન પર શુલ્ક લગાવવાની ધમકીઓ આપી રહ્યા છે બીજી તરફ ભારતે યૂરોપિયન યૂનિયન તર્જ પર અમેરિકાથી ભારત આવનારા અન્ય ઘણા ઉત્પાદનો પર સીમા શુલ્ક વધારવાનો નિર્ણય લીધો છે. 

અમેરિકન કાર્યવાહીનાં જવાબમાં ભારતે અમેરિકાથી આવનારા અન્ય ઘણા ઉત્પાદનો પર સીમા શુલ્ક વધારી દીધું છે. આ ઉત્પાદનોમાં બંગાી ચના, મસુરી દાળ અને આર્ટેમિયાનો સમાવેશ થાય છે. નાણા મંત્રાલયે એક સર્કુલર બહાર પાડીને કહ્યું કે શુલ્ક ચાર ઓગષ્ટથી પ્રભાવી થશે.