નવી દિલ્હી: દેશના 8 કરોડથી વધુ વેપારીઓએ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) માં સુધારો લાવવા માટે આજે ભારત બંધ  (Bharat Bandh) નું આહ્વાન કર્યું છે. આ નિર્ણયનું સમર્થન કરતા ટ્રાન્સપોર્ટ સંગઠનો (Transporters Association) એ ટ્રકોને પાર્ક કરીને સવારે 6 વાગ્યાથી લઈને સાંજે 8 વાગ્યા સુધી ચક્કાજામ કરવાનો નિર્ણય લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું ખુલ્લુ રહેશે અને શું બંધ?


1. વેપારીઓના સંગઠન CAIT પાસેથી મળેલી જાણકારી મુજબ દિલ્હી સહિત દેશભરના તમામ રાજ્યોમાં નાના મોટા 1500 વેપારી સંગઠનો GST પોર્ટલ પર લોગઈન ન કરીને પોતાનો વિરોધ પ્રદર્શિત કરશે. જેમાં લઘુ ઉદ્યોગ, હોકર્સ, મહિલા સાહસિકો અને વેપાસ સાથે સંકળાયેલા અન્ય ક્ષેત્રોના રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના સંગઠનો પણ સામેલ થશે. 


2. અખિલ ભારતીય વેપારી પરિસંઘ (CAIT) એ આજે ભારત બંધનું એલાન બોલાવ્યું છે. જેમાં 40,000 ટ્રેડર્સ એસોસિએશન સામેલ થઈ રહ્યા છે. જે 8 કરોડ ટ્રેડર્સનું નેતૃત્વ કરે છે. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટર્સની સૌથી મોટી સંસ્થા ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટર્સ વેલફેર એસોસિએશન (AITWA) એ પણ CAIT ના ભારત બંધને સાથ આપવાની જાહેરાત કરી છે. જેનો અર્થ છે કે આજે દેશભરમાં ટ્રકોના પૈડા થંભી જશે. 


3. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને ટેક્સ એડવોકેટ્સના સંઘોએ પણ હડતાળને સમર્થન આપ્યું છે. આથી તેમની સેવાઓ પણ પ્રભાવિત રહે તેવી શક્યતા છે.


4. હોલસેલ અને રિટેલ બજારો સંપૂર્ણ રીતે બંધ રહેશે. 


આ સેવાઓ રહેશે ચાલું


1. દેશવ્યાપી બંધથી કોઈ પરેશાની ન થાય તે માટે જરૂરી સેવાઓ ચાલુ રહેશે. જેમાં મેડિકલ સ્ટોર, દૂધ, શાકભાજી વગેરેની દુકાનો સામેલ છે. 


2 રહેણાંક કોલોનીઓમાં લોકોની જરૂરિયાતોને પૂરી કરનારી દુકાનો પણ બંધમાં સામેલ રહેશે નહીં. 

CAIT એ પ્રધાનમંત્રીને લખ્યો હતો પત્ર
ભારત બંધ અગાઉ CAIT એ પ્રધાનમંત્રીને એક પત્ર પણ લખ્યો હતો. જેમાં GST સંલગ્ન મુદ્દાઓ, ઈ કોમર્સ કંપનીઓ સંબંધિત મામલાનો ઉલ્લેખ હતો. આ પત્રમાં CAIT એ પ્રધાનમંત્રીને કેન્દ્રીય સ્તરના એક સ્પેશિયલ વર્કિંગ ગ્રુપ બનાવવાની માગણી કરી હતી. જેમાં સિનિયર અધિકારી, CAITના પ્રતિનિધિ અને ઈન્ડિપેન્ડન્ટ ટેક્સ એક્સપર્ટ હોય. જે GST ના માળખાની સમીક્ષા કરે અને સરકારને સૂચનો આપે. 


GST માં સુધારા માટે આપ્યા સૂચનો
આ દરમિયાન CAIT એ એવું પણ સૂચન આપ્યું કે દરેક જિલ્લામાં 'ડિસ્ટ્રિક્ટ GST વર્કિંગ ગ્રુપ'ની રચના કરવામાં આવે. જેનાથી ટેક્સ બેસ વધે અને રેવન્યૂમાં પણ વધારો થાય. આ પત્રમાં CAIT એ લખ્યું છે કે હાલમાં જ GSTમાં કરાયેલા કેટલાક સંશોધનોના કારણે સરકારી અધિકારીઓને મનમાની અને નિરંકુશ અધિકારો મળી ગયા છે. CAIT નું કહેવું છે કે આ સંશોધન પીએમ મોદીના 'મિનિમમ ગવર્મેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ' મિશનની બિલકુલ ઉલ્ટુ છે. આ સંશોધનોથી દેશમાં ટેક્સ ટેરરિઝમનો માહોલ બન્યો છે. 


OTT અને મીડિયા પ્લેટફોર્મ્સ માટે સરકારે જાહેર કરી ગાઈડલાઈન્સ , ખુબ જ કડક કરવામાં આવ્યા નિયમો


પૂંજી કરતા પેનલ્ટીથી વધુ પરેશાન છે વેપારીઓ
વેસ્ટર્ન મહારાષ્ટ્ર ટેક્સ પેયર્સ એસોસિએશનના સ્વપ્નિલ મુનોતનું કહેવું છે કે કારોબારીઓની માગણી છે કે ફરીથી એમનેસ્ટી સ્કિમ લાવવામાં આવે. આ સાથે જ લેટ ફીસ પેમેન્ટ પર સરકાર વેપારીઓને રાહત આપે. તેમણે જણાવ્યું કે નાના વેપારીઓને સૌથી વધુ પરેશાની થઈ રહી છે. ક્યાંક ક્યાંક તો જેટલી મૂડી નથી તેનાથી વધુ લેટ ફીસ અને પેનલ્ટી ચૂકવવી પડે છે. 


ટ્રકોના પૈડા જામ
અખિલ ભારતીય વેપારી પરિસંઘ (CAIT) એ આજે ભારત બંધનું એલાન બોલાવ્યું છે. જેમાં 40,000 ટ્રેડર્સ એસોસિએશન સામેલ થઈ રહ્યા છે. જે 8 કરોડ ટ્રેડર્સનું નેતૃત્વ કરે છે. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટર્સની સૌથી મોટી સંસ્થા ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટર્સ વેલફેર એસોસિએશન (AITWA) એ પણ CAIT ના ભારત બંધને સાથ આપવાની જાહેરાત કરી છે. જેનો અર્થ છે કે આજે દેશભરમાં ટ્રકોના પૈડા થંભી જશે. 


Narendra Modi Stadium: દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નામ 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ' કેમ રાખવામાં આવ્યું? જાણો કારણ


ટ્રાન્સપોર્ટર્સની શું છે માગણી?
ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટર્સ વેલફેર એસોસિએશન (AITWA) ના પ્રેસિડેન્ટ પ્રદીપ સિંઘલનું કહેવું છે કે પહેલા એક દિવસમાં 100 કિલોમીટર દોડાવવાની શરત હતી જે હવે વધારીને 200 કિલોમીટર કરી દેવાઈ છે. અનેકવાર જો ફૂલ લોડ ન હોય તો સમયમર્યાદા ખુબ મુશ્કેલ બની જાય છે. ઈ વે બિલને લઈને પણ અનેક સમસ્યાઓ છે. ઈ વે બિલ એક્સપાયરી ઉપર ભારે પેનલ્ટીનો નિયમ છે, ટેક્સ રકમ ના બમણા જેટલી રકમ પેનલ્ટી તરીકે વસૂલાઈ રહી છે. અધિકારીઓ નાની નાની ભૂલો માટે પણ દંડ વસૂલે છે. પ્રદીપ સિંઘલનું કહેવું છે કે જ્યાં ટેક્સ ચોરી નથી ત્યાં ટેક્સ ઓછો કરવામાં આવે. આ સાથે જ e-Way બિલને ખતમ કરવામાં આવે કે સરળ બનાવવામાં આવે. આ સાથે જ સરકારની જગ્યાએ સામાન મોકલનારા અને મંગાવનારા જ નક્કી કરે કે મર્યાદા શું હશે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube