નાગપુર: મહારાષ્ટ્રના નાગપુરમાં રિક્ષા ડ્રાઇવર દ્વારા બે ટ્રાફિક પોલીસ કર્મચારીઓને માર મારવાની ઘટના સામે આવી છે. આ ઘટના નાગપુરના ગણેશપેઠ બસ સ્ટેશનની પાસેની છે. ઓટો ડ્રાઇવર દ્વારા ટ્રાફિક પોલીસને માર માર્યાનો વીડિયો પણ સામે આવ્યો છે. ઘાયલ ટ્રાફિક પોલીસ કર્મચારીઓનું નામ પ્રકાશ સોનાવણે અને કિશોર ધપકે છે. આ મામલે ગણેશપેઠ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. નાગપુર પોલીસે બંને આરોપી રિક્ષા ડ્રાઇવરની ધરપકડ કરી લીધી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: કઢી પકોડાની થાળી સાથે યાદોની તસવીરોમાં સંકેલાયો કુંભમેળો 2019, જાણો કેવી રીતે?


ટ્રાફિક જામના કારણે ટ્રાફિક પોલીસ કર્મી નાગપુરના હોટલ રાહુલ ડિલક્સની સામે મેમો આપવાની કાર્યવાહી કરી રહ્યાં હતા. આ કાર્યવાહી કરી રહ્યાં હતા તે દરમિયાન રિક્ષા ડ્રાઇવર મયૂર રાજૂરકર અને સોનુ કાંબલેની ટ્રાફિક પોલીસ સાથે બોલાચાલી થઇ હતી.


વધુમાં વાંચો: અમર સિંહે કહ્યું- આ કેસના કારણથી મોદીને સાધવામાં લાગ્યા છે મુલાયમ સિંહ


આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ટ્રાફિક પોલીસ કર્મી કિશોર ધાપકે અને પ્રકાશ સોનવણેને આ બંને રિક્ષા ડ્રાઇવરોએ માર માર્યો હતો. તે દરમિયાન એક ટ્રાફિક પોલીસ કર્મચારીની વર્દી પણ ફાડી નાખી હતી. આ બંનેએ ટ્રાફિક પોલીસ કર્મચારી કિશોર ધપકેની સાથે માર મારી કરી હતી. હવે નાગપુર પોલીસે બંને આરોપી રિક્ષા ડ્રાઇવરન ધરપકડ કરી લેવામાં આવી છે.


વધુમાં વાંચો: શું રામ માત્ર હિન્દુઓના ભગવાન છે, તેઓ સમગ્ર દૂનિયાના ભગવાન છે: ફારૂક અબ્દૂલ્લા


નાગપુરના ગણેશપેઠ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટ સુનીલ ગાંગુર્ડેનું કહેવું છે કે પોલીસે આ બંને રિક્ષા ડ્રાઇવરોની તાત્કાલી ધોરણે ધરપકડ કરી લીધી છે. ગણેશ પેઠ પોલીસ સ્ટેશનમાં ટ્રાફિક પોલીસને માર માર્યાના મામલે આ બંને આરોપીઓની સામે ફરિયાદ નોંધવામાં આવી છે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...