નવી દિલ્હી: સતત વધતા જતા રોડ અકસ્માત અને લોકોના જીવ ગુમાવવા બાદ સરકાર નવા ટ્રાફિક નિયમ લાગવાની તૈયારી કરી રહી છે. આગામી સમયમાં રોડ અને પરિવહન મંત્રાલયનો પ્લાન છે કે જ્યારે તમારી કાર 80 કિમી પ્રતિ કલાકથી વધુ ઝડપે દોડશે તો કારમાં લાગેલું ઓટોમેટિક એલાર્મ વાગવા લાગશે. થોડા દિવસો પહેલાં એક રિપોર્ટમાં સ્પષ્ટ થઇ ચૂક્યું છે કે મોટાભાગના રોડ અકસ્માત ઓવર સ્પીડના કારણે થાય છે. એવામાં સરકાર આ પ્લાનિંગ ઓવર સ્પીડ પર લગામ લગાવવા માટે કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંપનીઓને લગાવવું પડશે એલાર્મ
રોડ અને પરિવહન મંત્રાલયના પ્લાનિંગ અનુસાર વાહનોમાં ઓટોમેટિક એલાર્મ વાહન નિર્માતા કંપનીઓ દ્વારા લગાવવામાં આવે. મુસાફરી દરમિયાન તમારી સ્પીડ નિર્ધારિત માપદંડથી ઉપર જશે, એલાર્મ વાગવા લાગશે. આ એલાર્મ ત્યાં સુધી વાગતું રહેશે, જ્યાં સુધી તમારી સ્પીડ ઓછી કરશો નહી. આ ઉપરાંત પણ સરકાર બીજા ઘણા સેફ્ટી ફિચર્સ પર કામ કરી રહી છે. 


સેફ્ટી ફિચર્સ પર ડ્રાફ્ટ તૈયાર થયો
ગતિ પર લગામ લગાવવાની સાથે જ અન્ય ઘણા સેફ્ટી ફિચર્સ પર ડ્રાફ્ટ તૈયાર થઇ ગયા છે. નવા નિયમો આગામી 6 મહિનામાં લાગૂ થવાની સંભાવના છે. સરકારને આશા છે કે આ નિયમ લાગૂ થયા બાદ રોડ અકસ્માતમાં ઘટાડો થશે. સ્પીડ સેફ્ટી એલાર્મ ઉપરાંત તેમાં સેફ્ટી બેલ્ટ, એર બેગ અને રિયર પાર્કિંગ કેમેરાનું ફિચર્સ પણ હોઇ શકે છે. 


રિવર્સ પાર્કિંગ એલર્ટ પણ લાગશે
સેફ્ટી બેલ્ટ માટે ડ્રાઇવરની બાજુની સીટ પર બેલ્ટ ન લગાવનાર વ્યક્તિને એલાર્મ દ્વારા એલર્ટ કરવામાં આવશે. હાલમાં આ ફિચર્સ ઘણી કંપનીઓ પોતાની કારોમાં ફક્ત ડ્રાઇવર સીટ માટે આપી રહી છે. તો બીજી તરફ રિવર્સ પાર્કિંગ માટે બધા વાહનોમાં પાર્કિંગ એલર્ટ લગાવવું જરૂરી રહેશે. તેમાં કારની પાછળ સેંસર હશે, જે નિર્ધરિત અંતરમાં કોઇપણ વસ્તુ આવતાં તે વાગવા લાગશે.