કોલકાતા: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફ્લાઇટ મેનટેનેન્સ સ્ટાફના મોતની ઘટના સામે આવી છે. અહીં સ્પાઇસ જેટની એટીઆર ફ્લાઇટના કર્મચારીના મેન્ટેનેન્સ દરમિયાન ફ્લાઇટના હાઇડ્રોલિક પ્રેશરે એટલું ઝડપીથી ખેચ્યું કે તેનું મોત થયું. આ કર્મચારીનું શરીર વિમાનના નિચેના ભાગમાં ફાસાઇ ગયું. રોહિત પાંડે નામના એક કર્મચારીનું સ્થળ પર મોત થયું. પોલીસ ઘટનાની તપાસમાં લાગી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- કર્ણાટક: ડીકે શિવકુમારે બળવાખોરો માટે કહ્યું- ‘રાજકારણમાં એક સાથે જન્મ્યા, સાથે મરશું’


આ ઘટના ગત રાત્રી લગભગ 01:30 વાગ્યાની આસપાસ બની જ્યારે સ્પાઇસ જેટના એટીઆર વિમાનનું મેન્ટેનેન્સ કામ ચાલી રહ્યું હતું. 26 વર્ષના ટેક્નિશિયન રોહિત વીરેન્દ્ર પાંડે એરક્રાફ્ટની નીચે હાઇડ્રોલિક ફ્લેપમાં કામ કરી રહ્યો હતો. તે દરમિયાન તેનો ફ્લેપ અચાનક બંધ થઇ ગયો અને રોહિતનું ગળું અંદર ફસાઇ ગયું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, રોહિતનું મોત ગૂંગળામણ થવાના કારણે થયું છે. રોહિતના શરીરને એરક્રાફ્ટથી કાપીને અલગ કરવામાં આવ્યું. એરપોર્ટ પોલિસ આ મામલે તપાસમાં લાગી છે. જેથી રોહિતની મોતનું વાસ્તવિક કારણ બહાર આવી શકે છે. રોહિતનો મૃતદેહ પોસ્ટમાર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.


જુઓ Live TV:- 


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...