એટા : કોરોના વાયરસ સંક્રમણના કારણે દેશવ્યાપી લોકડાઉન વચ્ચે ઉત્તર પ્રદેશાં એટાથી એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. અહીં એક રિટાયર્ડ સ્વાસ્થય કર્મચારીના ઘરેથી 2 બાળકો સહિત કુલ 5 લોકોનાં શબ મળી આવ્યા છે. આ લોકોની શંકાસ્પદ પરિસ્થિતીઓમાં ઘરની અંદર મોત થઇ ગઇ હતી. આ ઘટના એટા પોલીસ સ્ટેશનમાં નગરનાં શ્રુંગાર કોલોનીની છે. આ ઘટના બાદ સમગ્ર મહોલ્લામાં ડરનો માહોલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ઘટનાનો ખુલાસો દૂધવાળાના આવ્યા બાદ થયો હતો. સવારે દુધવાળાને ઘણા સમય સુધી દરવાજો ખટખટાવવા છતા અંદરથી કોઇ જવાબ નહોતો મળ્યો. ત્યાર બાદ તેમને ઘરમાં ઝાંખીને જોયું તો શબ પડેલા હતા. દૂધવાળા અને પાડોશીઓએ તેની માહિતી પોલીસને આપી હતી.  મૃતકોમાં 78 વર્ષીય રાજેશ્વ પ્રસાદ પ્રચૌરી, તેની પુત્રવધુ 35 વર્ષીય દિવ્યા પચોરી, દિવ્યાની 24 વર્ષીય બહેન બુલબુલ, દિવ્યાના બંન્ને પુત્ર 10 વર્ષીય આરુષી અને 1 વર્ષીય આરવનો સમાવેશ થાય છે. 



મૃતક રાજેશ્વર પ્રસાદ પચૌરીનાં પુત્ર દિવાકર ઉતરાખંડના રુડકીમાં એક દવા કંપનીમાં કાર્યરત છે. તેઓ પોતાનાં ઘરે હાજર નહોતા. ફોરેન્સિક ટીમ અને પોલીસની ડોગ સ્કવોર્ડ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરીને પુરાવા એકત્ર કર્યા. એસએસપી સુનીલ કુમાર સિંહે કહ્યું કે, પોસ્ટમોર્ટ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું કારણ જાણી શકાશે. આ આત્મહત્યા છે કે હત્યા હજી સુધી કાંઇ જ માહિતી મળી નથી. તેમણે જણાવ્યું કે, મૃતક પૂર્વ સ્વાસ્થય અધિકારીનાં પુત્રને ઘટનાની માહિતીઆપવામાં આવી ચુકી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube