TRAI ચીફે આધાર નંબર ટ્વીટ કરી ફેંક્યો પડકાર, હેકરે તમામ અંગત માહિતી જાહેર કરી
થોડા દિવસો પહેલા શર્માએ એક ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું કે માત્ર આધાર નંબર મેળવી લેવાથી કોઇ નુકસાન નહી પહોંચાડી શકાય
નવી દિલ્હી : દૂરસંચાર ક્ષેત્રની રેગ્યુલેટર ભારતીય દૂરસંચાર નિયામક પ્રાધિકરણ (ટ્રાઇ)ના અધ્યક્ષ આર.એસ શર્માએ શુક્રવારે એક ટ્વીટ કરીને પોતાનો આધાર નંબર જાહેર કર્યો અને પોતાના આલોચકોને પડકાર ફેંક્યો કે તેઓ તેને નુકસાન પહોંચાડીને દેખાડે. થોડા દિવસો પહેલા શર્માએ એક ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું કે, માત્ર આધાર નંબર હોવા માત્રથી કોઇ નુકસાન શક્ય નથી. તેમણે કહ્યું હતું કે, જો તમે ઇચ્છો તો હું તમને નંબર આપી શકું છું.
તેમના આલોચકોએ કહ્યું કે, આધાર નંબર જાહેર થવામાં જોખમ છે. આ અંગે આરએસ શર્માએ શનિવારે ટ્વીટ કર્યું, તેમણે કહ્યું મારો નંબર છે 7621 7768 2740. હવે હું તમને પડકાર ફેંકુ છું, મને એક નક્કર ઉદાહરણ આપો કે તમે મને કઇ રીતે નુકસાન પહોંચાડી શકો છો.
પડકારનો સ્વીકાર
ત્યાર બાદ તેમના આ પડકારને સોશ્યલ મીડિયા પર ઘણા લોકોએ સ્વીકાર કર્યો. ફ્રાંસના એલિયેટ એન્ડરસન નામના એક હેકરે તેમના આધાર નંબર પરથી તેમનો મોબાઇલ નંબર મેળવી લીધો. એન્ડરસને ટ્વીટ કર્યું કરે, આ આધાર નંબર સાથે લિંક્ડ મોબાઇલ નંબર 9958587XXX છે. એટલું જ નહી એન્ડરસે ત્યાર બાદના ટ્વીટમાં લખ્યું કે, એનઆઇસીના સર્કુલર અનુસાર આ મોબાઇલ નંબર શર્માના સેક્રેટરીના નામે ઇશ્યુ થયેલો છે. તેમણે આરએસ શર્માને સવાલ કર્યો કે જે આધાર નંબર તમે પોસ્ટ કર્યો છે, તે શું વાસ્તવમાં તમારો જ છે.
અંગત માહિતી આપી
કેટલાક લોકોએ કહ્યું કે જો મોબાઇલ નંબર અંગે માહિતી મળી પણ ગઇ તો તેના કારણે નુકસાન શું થઇ શકે છે. આ અંગે કરણ સૈની નામના એક યુઝરે કહ્યું કે, મોબાઇલ નંબર ખબર પડવાથી કોઇ નુકસાન નથી. પરંતુ તે માહિતી મળવાથી ઘણુ નુકસાન થઇ શકે છે તમારા મોબાઇલ નંબર સાથે કયો આધાર નંબર લિંક છે.
ઋષભ ત્યાગી નામના એક યુઝરે જણાવ્યું કે, આ આધાર સાથે લિંક નંબર એરટેલનો છે અને તે નંબર આઇફોન હેન્ડસેટ પર યુઝ કરવામાં આવી રહ્યો છે. ત્યાર બાદ એલિયેટ એન્ડરસને તેના મોબાઇલ નંબર સાથે તેને વોટ્સએપ એકાઉન્ટ સાથે તેની પ્રોફાઇલ પિક્ચર પર એક્સેસ કરી લીધી હતી.
તેમણે આધાર ડેટા સાથે શર્માની અંગત માહિતી, જન્મ તારીખ અને વૈકલ્પિક ફોન નંબર પણ પોસ્ટ કરી દીધી. એટલું જ નહી તેમનો પાન નંબર કોઇ સર્કલ પરથી ઇશ્યું કરવામાં આવ્યો છે. આ પણ પોસ્ટકરી દીધી. ત્યાર બાદ તેમણે લખ્યું કે, હવે હું અહીં જ રોકાયેલો રહીશ. મને આશા છે કે પોતાનો આધાર નંબર જાહેર કરવા માટેનો એક સારો વિચાર નથી.